<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

અમદાવાદ મનપાને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત પ્રતિષ્ઠિત 'સ્વચ્છતા મેન્ટર શહેર'નો એવોર્ડ એનાયત

દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવ્યા બાદ તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનાર સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવાઈ: કુલ 21 સફાઈ કર્મીઓનું વિશેષ સ્વાગત કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત પ્રતિષ્ઠિત 'સ્વચ્છતા મેન્ટર શહેર'નો એવોર્ડ એનાયત થતા શહેરનું ગૌરવ વધ્યું છે. ગત 11 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મેળવ્યા બાદ, તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપનાર સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ઉપલબ્ધિની ઉજવણીના ભાગરૂપે કુલ 21 સફાઈ કર્મીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વોર્ડમાંથી 3-3 સફાઈ કર્મચારીઓને પુષ્પ અર્પણ કરી અને મીઠાઈ ખવડાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

(12:32 PM IST)