તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th June 2026
બાલારામ બ્રિજ પર કાળમુખી ચેઇન ડિઝાસ્ટર: ૯ વાહનો એકબીજામાં ઘૂસી જતાં ચીસાચીસ, એકનું મોત
અમીરગઢ નેશનલ હાઇવે પર પૂરપાટ ઝડપે આવતા ભારે વાહને કાબૂ ગુમાવતા સર્જાયો મહાવિનાશ: ૧૦ કિલોમીટર લાંબો કીડીવેગી ટ્રાફિકજામ

અમીરગઢ, : બનાસકાંઠાના અમીરગઢ નેશનલ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ પર આજે પૂરપાટ ઝડપે દોડતા એક ભારે વાહનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની આગળ-પાછળ ચાલતા લક્ઝરી કાર અને ટ્રક સહિતના ૮ થી ૯ વાહનો વચ્ચે સર્જાયેલા ભયાનક ચેઇન અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ૫ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમીરગઢ પાસે આવેલા બાલારામ બ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક ભારે વાહને કાબૂ ગુમાવતા તેની પાછળ અને આગળ આવી રહેલા 8 થી 9 નાના-મોટા વાહનો, જેમાં લક્ઝરી કાર અને ટ્રકો સામેલ છે, તે એકબીજા સાથે અત્યંત વેગથી અથડાયા હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે હાઇવે પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોનો કુરચો બોલી ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર મુસાફરો લોખંડના પતરાની વચમાં ફસાઈ ગયા હતા. આ હોનારતમાં એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે તરફડિયા મારીને મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 થી 5 લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારના દરવાજા તોડી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ બ્રિજ પર અકસ્માતોની વણઝાર પાછળ બ્લાઇન્ડ સ્પોટ, સ્પીડ લિમિટનું ઉલ્લંઘન અને ટ્રાફિક નિયમોનો અભાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક અસરથી બ્રિજ પર ભારે વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવા, ક્રેન અને પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતો અટકાવવા માટે બ્રિજનું ટેક્નિકલ સેફ્ટી ઓડિટ કરાવવાની દિશામાં કડક કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
