તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 5th May 2026
સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે બેંક દ્વારા સીલ મકાન અપાના બહાને લાખોની છેતરપિંડી
રકમ પણ વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સમાં જમા કરાવવાને બદલે આરોપીઓએ અંગત સ્વાર્થ માટે વાપરી નાખી

સુરત ગ્રામ્યના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી ગોકુલધામ સોસાયટીમાં બેંક દ્વારા સીલ કરાયેલા મકાનો સસ્તામાં અપાવવાની લાલચ આપી બે શખ્સોએ રિક્ષાચાલક અને તેના મિત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકે નોંધાઈ છે.
ફાઈનાન્સ કંપનીના નામે નાણાં પડાવી મિલકતના દસ્તાવેજ કરી આપ્યા નહોતા.મૂળ બિહારના અને હાલ તાંતીથૈયાની ગોકુલધામ સોસાયટીમાં રહેતા રિક્ષાચાલક સંજયકુમાર રાજગૃહી દુબે નાઓને આશરે દોઢ-બે વર્ષ પહેલા તેમણે મકાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એજન્ટ સૂર્યપ્રકાશ મિશ્રા દ્વારા તેમને વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા સીલ કરાયેલ પ્લોટ નં.361 વાળું મકાન બતાવવામાં આવ્યું હતું. આ મકાનનો સોદો રૂ. ૬,૧૦,૦૦૦ માં નક્કી કરવામાં આવ્યો હતો.
સંજયકુમાર જ્યારે ફાઈનાન્સ કંપનીની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાંના મેનેજર તરીકે ઓળખ આપનાર જય કોઠારીએ જણાવ્યું હતું કે, "શ્રી હરી કન્સલ્ટન્સી નામની પેઢી જ આ કંપની સાથે ડીલ કરે છે.
આરોપીઓ જયકુમાર મનહરલાલ કોઠારી અને દિપેશ ઉર્ફે દિવ્યેશ કાંતિલાલ ત્રાડાએ સંજયકુમારને વિશ્વાસમાં લઈ તમામ નાણાં "શ્રી હરી કન્સલ્ટન્સી"ના બેંક ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. સંજયએ અલગ-અલગ સમયે ચેક અને NEFT મારફતે કુલ રૂ. ૮,૦૪,૦૫૬.૬૪ ની રકમ આરોપીઓની સૂચના મુજબ ટ્રાન્સફર કરી હતી
આરોપીઓએ માત્ર સંજયકુમાર જ નહીં પરંતુ તેમના મિત્ર અનિલ રેવાચન્દ્ર શુકલાને પણ ગોકુલધામ સોસાયટીમાં જ પ્લોટ નં. ૨૩૭ વાળું મકાન રૂ. ૧૦,૫૦,૦૦૦ માં અપાવવાનું કહી તેમની પાસેથી પણ રૂ. ૧,૭૫,૦૦૦ ચેકથી પડાવી લીધા હતા.
આ રકમ પણ વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સમાં જમા કરાવવાને બદલે આરોપીઓએ અંગત સ્વાર્થ માટે વાપરી નાખી હતી. સંજય લાંબા સમયથી મકાનના દસ્તાવેજની માંગણી કરી રહ્યા હતા, પરંતુ આરોપીઓ બહાના બતાવી અંતે ફરાર થઈ ગયા હતા
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
