તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
આણંદના પેટલાદમાં મલાવ તળાવ પાસે બેંકની CMS ગાડી, ફોરવીલ અને સાયકલ વચ્ચે ટ્રિપલ અકસ્માત
બેંકની સીએમએસ (CMS) ગાડી અન્ય એક કાર સાથે અથડાઈ:ટક્કર એટલી જોરદાર હતી કે, બેંકની ગાડી બેકાબૂ થઈને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ

આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલા ઐતિહાસિક મલાવ તળાવ નજીક એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેંકની કેશ વાન (CMS), એક ખાનગી ફોરવીલર અને એક સાયકલ સવાર વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, આ ભીષણ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઘટનાની મળતી માહિતી મુજબ, પેટલાદના મલાવ તળાવ પાસે રોડ પરથી પસાર થઈ રહેલી બેંકની સીએમએસ (CMS) ગાડી અન્ય એક કાર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બેંકની ગાડી બેકાબૂ થઈને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ દરમિયાન એક સાયકલ સવાર પણ આ વાહનોની અડફેટે આવી ગયો હતો.
અકસ્માતને પગલે જોરદાર અવાજ આવતા આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે ગાડીમાં સવાર લોકો અને સાયકલ સવારનો આબાદ બચાવ થયો છે. ઘટનાના પગલે રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે ઘટનાની જાણ થતા તપાસ હાથ ધરી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
