તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
આજે રવિવારે બેંકો ખુલ્લી : 5 દિવસ સુધી બંધ રહેવાની નોબત ટળી : કાલથી 3 દિવસની હડતાળ પહેલા કામ પતાવી લો
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય - તમામ સરકારી બેંકો અને ગ્રામીણ બેંકો આજે રવિવારે પણ ચાલુ : SBI, PNB, BoB સહિતની બેંકોએ જાહેરાત કરી, કાલથી UFBUની 3 દિવસની હડતાળ

અમદાવાદ તા.૨૭ : જો તમારે બેંકનું કોઈ મહત્વનું કામ બાકી હોય તો આજે જ પતાવી લો. કારણ કે કાલથી એટલે કે 28 થી 30 સપ્ટેમ્બર સુધી દેશભરની સરકારી બેંકોમાં 3 દિવસની હડતાળ છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ 5 દિવસ બેંકિંગ અને પેન્શન સુધારાની માંગ સાથે હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળને કારણે 26 અને 27 વીકેન્ડ સાથે 5 દિવસ સુધી બેંકો બંધ રહેવાની નોબત આવી હોત.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે તમામ Public Sector Banks અને Regional Rural Banks ને આજે રવિવાર, 27 સપ્ટેમ્બરે પણ ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. RBI એ પણ આ માટે મંજૂરી આપી દીધી છે.
કઈ બેંકો ખુલ્લી રહેશે?
SBI, Bank of Baroda, PNB, Bank of India, Canara Bank, Union Bank સહિતની તમામ સરકારી બેંકો અને 28 ગ્રામીણ બેંકો આજે ખુલ્લી રહેશે. HDFC, ICICI, Axis જેવી પ્રાઈવેટ બેંકો હડતાળમાં જોડાઈ નથી, તે રવિવારના નિયમ મુજબ બંધ રહેશે.
હડતાળમાં શું બંધ રહેશે?
28-30 દરમિયાન કેશ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી બ્રાન્ચ સેવાઓ ખોરવાશે. જોકે UPI, Net Banking, Mobile Banking, ATM સેવા ચાલુ રહેશે. SBI એ તો હડતાળ દરમિયાન ATM ચાર્જ પણ માફ કર્યા છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
