તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
બરડાનું જંગલ એશિયાઇ સિંહો માટે એક નવુ ‘ઘર' બન્યું
પોરબંદર અને દેવભૂમિ દ્વારા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિંહોને માફક આવી ગઇ

અમદાવાદ,તા.૧૨: એશિયાઇ સિહો વિશ્વમાં માત્ર ગીરનાં જંગલમાં જ જોવા મળે છે. જોકે, સિહો તેના પરંપરાગત વિસ્તારની બહાર વિસ્તરી રહ્યાં છે. આવા સમયે, બરડાનું જંગલ એશિયાઇ સિહો માટે એક નવુ ‘ઘર' બન્યું છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિહોને માફક આવી ગઇ છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, બરડા વન્યજીવ અભ્યારણ્ય સિહોનાં લાંબા ગાળાના મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે વિકસી શકે છે.
સૌરાષ્ટ્રમાં આવેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય ૧૯૨.૩૧ ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનો મોટો હિસ્સો પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર, બરડાનાં જંગલમાં સિહોને લાંબાગાળા સુંધી ટકાવી રાખવા માટે જરૂરી આવાસ, પૂરતો શિકાર અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે.આ અભ્યાસમાં આશરે ૧૪૪ વર્ષનાં અંતરાય બાદ બરડાનાં જંગલમાં ફરી પાછી ફરેલા સિહોના વિસ્તારના ઉપયોગ, આવાસની પસંદગી અને આહારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આશરે ૧૪૪ વર્ષ બાદ સિહોએ કુદરતી રીતે બરડામાં ફરી વસવાટ કર્યો હતો. શરૂઆતમાં એક નર સિહ અહીં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત વન વિભાગ દ્વારા પાંચ માદા સિહોને અહીં લાવવામાં આવ્યા હતા. વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, એશિયાઇ સિહોના સંરક્ષણની લ્લષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ સંશોધન છે. હવે સિહોની વસતી માત્ર ગીરનાં જંગલમાંપૂરતી સીમિત રહી નથી. ગીરનાં દક્ષિણ-પヘમિ વિસ્તારમાંથી વિખેરાઈને આવતા સિહો માટે બરડાનું જંગલ બીજુ ઘર બન્યું છે. આ વૈજ્ઞાનિક અભ્યાસનાં તારણો તેનું પરિણામ છે.
જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને અભ્યાસના એક લેખક મોહન રામે (આઈએફએસ) જણાવ્યું હતું કે બરડા વન્યજીવ અભયારણ્યમાં હાલમાં ૧૭ સિહો છે. સંશોધન માટે છ સિહોએક નર અને પાંચ માદાને રેડિયો-કોલર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૫ દરમિયાન તેમના ૧.૬૯ લાખથી વધુ જીપીએસ લોકેશન મેળવવામાં આવ્યા હતા. તારણો દર્શાવે છે કે, સિહો બરડાનાં જંગલોમાં ઘાસિયા વિસ્તારોનો સક્રિયપણે ઉપયોગ કરે છે. બરડા વન્યજીવ અભ્યારણ્યમાં પ્રથમ વર્ષે ૨,૨૭૧ પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે ૨૦૨૫૨૬માં આ સંખ્યા વધીને ૩,૩૫૯ થઈ હતી, જે ૪૮ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
