તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
સુરત જિલ્લાના બારડોલી પોલીસે ચોરીના 5 મોબાઈલ સાથે એક શખ્સને પકડ્યો
₹88 હજારના ફોન જપ્ત, 5 વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ એ તમામ જિલ્લા એસ પી ને આદેશ અપીયો હતો ત્યાર બાદ સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાને પગલે બારડોલી ટાઉન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી બારડોલી અને ચીખલી વિસ્તારમાંથી ચોરી થયેલા પાંચ મોંઘા મોબાઈલ ફોન રિકવર કર્યા છે. આ સાથે પાંચ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
બારડોલી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેંગલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ બીજલભાઈ અને રમેશભાઈ કાળુભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, એક ઈસમ આછા પોપટી કલરનું ટી-શર્ટ પહેરીને બારડોલી ચાંદપીર દરગાહ પાસે ચોરીના મોબાઈલ વેચવા માટે ગ્રાહકોની શોધમાં ફરી રહ્યો હતો.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીની ઓળખ નિખિલ રમેશભાઈ દડવી (રહે. રાણી ફળીયા, વાંસદા, જી. નવસારી) તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ મોબાઈલ ફોન તેણે બારડોલી અને ચીખલીની કોલેજોમાંથી ચોરી કર્યા હતા.
પોલીસે તેની પાસેથી ઓપો, સેમસંગ, રીયલમી અને વીવો કંપનીના કુલ પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત 88,000 રૂપિયા થાય છે. આ ધરપકડ સાથે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ અને ચીખલી પોલીસ સ્ટેશનના બે મળી કુલ પાંચ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બી.એન.એસ. 2023ની કલમ 303(2) મુજબ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
