<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવીને રાજસ્થાનના ઉદયપુરથી જથ્થો લાવીને નાના-નાના પડીકામાં પેક કરીને છૂટક વેચાણ કરતા ૩ શાતિર નશાના વેપારીઓને રંગેહાથ ઝડપી લઈને કુલ ૫૩.૧૮૦ ગ્રામ ગાંજાનો મસમોટો જથ્થો જપ્ત કરી ત્રણેયને સીધા જેલભેગા કરી દેતાં ભયાનક સનસનાટી

રહેણાંક વિસ્તારમાં અંધારામાં ચાલતા આ ખતરનાક નશાના નેટવર્કનો પર્દાફાશ:પોલીસની અચાનક એન્ટ્રીથી ડ્રગ્સ પેડલરોના છાતીના પાટિયા બેસી ગયા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં યુવાધનને બરબાદ કરી નાખતા નશાના કાળા કારોબારનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! અમદાવાદના વિસ્તારમાં કેટલાક શખ્સો બહારના રાજ્યમાંથી પ્રતિબંધિત નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમને મળી હતી.

મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને મળેલી બાતમીના આધારે પ્રબુદ્ધ આશ્રમ કેનાલ ચાર રસ્તા ખાતે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન સંદીપ વર્મા નામના આરોપીને પકડવામાં આવ્યો હતો. જેની પાસેથી હાઈબ્રિડ ગાંજાની પડીકી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ જથ્થો તેના મિત્ર પ્રદીપ રાજપૂત પાસેથી લાવ્યો હતો. તેથી તેને સાથે રાખીને પ્રદીપના ઘરે રેડ કરવામાં આવી હતી જ્યાં પણ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.

આરોપી પ્રદીપની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનો મિત્ર બંટી આ ગાંજો લાવ્યો હતો અને તેના ઘરે મૂકી ગયો હતો. આ લોકો તેની નાની નાની પડીકીઓ બનાવીને માર્કેટમાં વેચતા હતા. તેમની પાસેથી એક ઇલેક્ટ્રિક વજન કાંટો તેમજ કુલ 54.180 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે. જેની કિંમત 1,89,630 રૂપિયા થાય છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી બંટી મીરચંદાની 10થી 15 દિવસ પહેલા ઉદયપુર ફરવા ગયો હતો ત્યારે ત્યાંથી તે આ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તે છેલ્લા 7 માસથી આ ગાંજાનો બંધાણી હોવાથી પોતે પણ પીવે છે અને માર્કેટમાં નાની પડીકીઓ બનાવીને ધંધો પણ કરે છે તેમજ મિત્રને પણ આપતો હતો. આ ત્રણેય આરોપીઓની તપાસ કરતાં તેમની વિરુદ્ધ અગાઉ કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયેલો નથી. હવે આગળની તપાસમાં તેઓ ઉદયપુરમાંથી આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા. અગાઉ કેટલી વખત લાવ્યા છે અને અહીં સ્થાનિક કક્ષાએ કોને કોને આપતા હતા તેની તપાસ કરવામાં આવશે.

(5:34 PM IST)