News of Wednesday, 11th November 2026
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર પદયાત્રીઓના સંઘને અજાણ્યા વાહને અડફેટે લેતા 2 લોકોના કરૂણમોત
અંબાજી તરફ જઈ રહેલા સંઘમાં બનેલી દુર્ઘટનામાં ટક્કર મારીને વાહનચાલક સ્થળ પરથી ફરાર

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર રજોડા સ્કૂલ નજીકથી અંબાજી જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે. ધજા સાથે શ્રદ્ધાપૂર્વક અંબાજી તરફ જઈ રહેલા સંઘમાં બનેલી આ દુર્ઘટનામાં ટક્કર મારીને વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો,જ્યારે ઈજાગ્રસ્ત બે પદયાત્રીઓને સારવાર અર્થે બાવળા સીએચસી (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા.આ ઘટનાના પગલે પદયાત્રીઓના સંઘમાં શોકનું મોજું ફરી વળ્યું છે,જ્યારે બાવળા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
