News of Sunday, 11th October 2026
અમદાવાદમાં Gen-Z આંદોલન થાય તે પૂર્વે એલિસબ્રિજ ચાર રસ્તા તરફ આવતા તમામ રસ્તા પર પોલીસ ખડકાઈ
1 JCP, 5 DCP, 15 થી વધુ PI સહિત 600 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદમાં Gen-Z આંદોલનમાં યુવાઓ એકત્રિત થાય એ પૂર્વે પોલીસ સજ્જ થઈ ઉઠી છે. એલિસબ્રિજ ચાર રસ્તા પાસે, અમદાવાદ પોલીસે સખ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાંજે 6:30 કલાકે Gen-Z એકત્રિત થાય એ પૂર્વે જ કિલ્લેબંધી કરી દેવાઈ છે. એલિસબ્રિજ ચાર રસ્તા તરફ આવતા તમામ રસ્તા પર ડગલે ને પગલે પોલીસ ખડકાઈ ગઈ છે. 1 JCP, 5 DCP, 15 થી વધુ PI સહિત 600 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. Gen-Z એકત્રિત થાય એ પૂર્વે જ પોલીસ એક્શન મોડમાં છે .
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
