<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અમદાવાદમાં પ્રેમ સંબંધમાં દગો :પ્રેમ બાદ મૈત્રીકરાર કર્યા,લગ્નનો વાયદો કર્યો , શરીર સબંધ બાંધ્યા બાદમાં TRB જવાને પ્રેમિકાને તરછોડી દીધી

અમદાવાદના થલતેજમાં રહેતી અને નવરંગપુરામાં સ્પા અને સલૂનમાં કામ કરતી યુવતી સાથે આરોપી કલ્પેશને 3 વર્ષ પહેલા વાસણા પોલીસ સ્ટેશન ખાતે પરિચય થયો બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો

 અમદાવાદમાં એક યુવતીને એક TRB જવાન સાથે પ્રેમ થયો અને બંનેએ મૈત્રી કરાર કર્યા, જેમાં પ્રેમીએ લગ્ન કરવાનો વાયદો કર્યો, પરંતુ સમય બદલાતા પ્રેમીનું વર્તન પણ બદલાઈ ગયું, વારંવાર શરીર સંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ યુવતીને તરછોડી દીધી, અને અંતે પોલીસ સ્ટેશનમાં પાંગરેલા પ્રેમનું પોલીસ સ્ટેશનમાં જ અંત આવી ગયો, આ મામલે યુવતીએ પોલીસની મદદ માંગી છે, પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે, 

 

વસ્ત્રાપુર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ શખ્સનું નામ કલ્પેશ બૈસાણે છે, આ આરોપી આમ તો શહેર ટ્રાફિક પોલીસમાં TRB જવાન તરીકે ફરજ બજાવે છે, પણ તેણે એક યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી દગો આપતા તેની સામે ફરિયાદ નોંધાઈ છે, અમદાવાદના થલતેજમાં રહેતી અને નવરંગપુરામાં સ્પા અને સલૂનમાં કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે આરોપી કલ્પેશને 3 વર્ષ પહેલા વાસણા પોલીસ સ્ટેશન ખાતે પરિચય થયો હતો જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા આરોપી જ્યોતિને વસ્ત્રાપુર પ્લેટ પાસે આવેલી લેકવ્યુ હોટલમાં લઇ રહ્યો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ બંનેને લગ્ન કરવાના હોવાથી કલ્પેશે 2025 માં યુવતી સાથે મૈત્રી કરાર કરી લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. 

 

કલ્પેશે યુવતીને ભાડે ફ્લેટ અપાવ્યો હતો અને જ્યાં તે અવારનવાર તેને મળવા જતો અને શારીરિક સંબંધ બાંધતો હતો. કલ્પેશે યુવતીને થોડાક સમયમાં લગ્ન કરવાની વાત કરી હતી, જેથી યુવતીને તેના પર ભરોસો થતા તે પોતાનું સર્વસ્વ પ્રેમીને સોંપી દેતી હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી કલ્પેશે પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું અને યુવતી સાથે વાત કરવાનું બંધ કર્યું, યુવતીએ અવારનવાર ફોન કર્યા અંતે તેણે લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કલ્પેશે તેની પ્રેમિકાના અન્ય યુવક સાથે ફોટા જોયા હતા, જે પછી તેણે પ્રેમિકા સાથે લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ કરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

(8:15 PM IST)