<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની કરી ધરપકડ.

ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં એક કંપનીમાં સર્જાયેલ દુર્ઘટના સમયે થયેલા મારામારી-ધમકી આપવાના કેસમાં કાર્યવાહી

ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં એક કંપનીમાં સર્જાયેલ દુર્ઘટના સમયે થયેલા મારામારી-ધમકી આપવાના કેસમાં, પોલીસે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી હતી . એપ્રિલ 2026માં ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે તકરાર મામલે ગુના નોંધાયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા સહીત 4 લોકો સામે ગુનો નોંધાયો હતો  ચૈતર વસાવા હાલ વનકર્મીઓ પર હુમલા અંગે ચાલી ગયેલા કેસમાં થયેલ સજા બદલ જેલમાં બંધ છે.

(12:47 AM IST)