<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સુરતથી પશ્ચિમ ભારત સુધી ભાટીયા મોબાઇલનું વિસ્‍તરણ

૯૦ દિવસમાં ૯૦ નવા સ્‍ટોર ખોલી રિટેલ ક્ષેત્રમાં બનાવી નવી ઓળખ

રાજકોટ : ગુજરાત, મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશમાં વિસ્‍તરણ કરતા ભાટિયા મોબાઇલ પヘમિ ભારતના મોબાઇલ રિટેલ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્‍યું છે. સુરતની નાની ફેમિલી બિઝનેસથી શરૂઆત કરનાર આ કંપનીએ હવે ૩૮૦થી વધુ સ્‍ટોર સાથે પોતાનું વિશાળ નેટવર્ક ઉભું કર્યું છે.

છેલ્લા ત્રણ મહિનામાં દરરોજ સરેરાશ એક સ્‍ટોર શરૂ કરીને કંપનીએ ૯૦ દિવસમાં ૯૦ નવા સ્‍ટોર શરૂ કરવાનો મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન હાંસલ કર્યો છે. ભારતમાં મોબાઇલ રિટેલ માર્કેટ હવે શાંત રીતે નથી વધતું. શહેરો, નાના ટાઉન અને ઝડપથી વિકસતા વિસ્‍તારોમાં સ્‍માર્ટફોન લોકોના જીવનનો અગત્‍યનો ભાગ બની ગયો છે, કોમ્‍યુનિકેશનથી લઈને બિઝનેસ, મનોરંજન, શિક્ષણ અને વેપાર સુધી. આવી સ્‍થિતિમાં હવે માત્ર મોબાઇલ વેચવાનો પ્રશ્ન નથી, પરંતુ ગ્રાહક સુધી સૌથી ઝડપથી પહોંચવાનો સમય છે. આ રેસમાં ભાટિયા મોબાઇલ અસામાન્‍ય ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે

(2:58 PM IST)