<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ભાવનગર રથ યાત્રાઃ પરોઢ સુધી ૨૯ ટીમો દ્વારા જબ્‍બર કોમ્‍બિંગ ઓપરેશન

૧૪ લોકોને છરી સાથે ઝડપી લીધાઃ ૮ વોન્‍ટેડ, ૧૧ પીધેલાઃ ૧૫૬ સામે કાર્યવાહીઃ એસપી નિતેશ પાંડે સાથે અકિલાની વાતચીત ૪૧ વાહન ડીટેનઃ રેન્‍જ વડા રાજેન્‍દ્ર અંસારી પણ જોડાયાઃ ૮ જેટલી ચેક પોસ્‍ટ ઉભી કરવા ભારે ધમધમાટ

રાજકોટ, તા.૧૦: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માફક રાજ્‍યમાં વિવિધ સ્‍થળોએ પડકારજનક બંદોબસ્‍ત રાખવો પડે છે, તેમાં ભાવનગરની રથ યાત્રા સામેલ છે, આખા રૂટનું જાત નિરીક્ષણ રેન્‍જ ડીઆઇજી રાજેન્‍દ્ર અસારી અને એસપી નિતેશ પાંડે દ્વારા થયું હતુ. તેમ ભાવનગર એસપી નિતેશ પાંડેએ જણાવ્‍યું છે.

ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિકળનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસતંત્ર કવાયત કરી રહ્યું છે. રથયાત્રાને અનુલક્ષીને ગત મોડી રાત્રિના શહેરના સંવેદનશીલ વિસ્‍તારોમાં પોલીસ દ્વારા મેગા કોમ્‍બિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં રેન્‍જ આઈજી, એસપી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ જોડાયા હતા. પોલીસના આ મેગા કોમ્‍બિંગ દરમિયાન ૧૧૪ સમન્‍સ બજવણી, ૩૭ સામે નોન બેલેબલ વોરંટ, ૫૧ સામે બેલેબલ વોરંટ, ૧૩ નોટિસની બજવણી, ૪૧ વાહન ડિટેઇન કરી રૂ.૪૭,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત પ્રોહિબિશનના ૩૬ કેસ, ડ્રિંક એન્‍ડ ડ્રાઇવના ૧૧ કેસ, છરી સાથે ૧૪ શખ્‍સને ઝડપી ગુનો નોંધવામાં આવ્‍યો છે. તેમજ નાસતા-ફરતા ૮ શખ્‍સને ઝડપી લેવામાં આવ્‍યા છે. જેમાં ૯૧ અટકાયતી પગલા ભરવામાં આવ્‍યા છે. આમ, કુલ ૧૫૬ શખ્‍સ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સીટી ડિવાયએસપી સિંઘાલે જણાવ્‍યું હતું. રથયાત્રા દરમિયાન કાયદો વ્‍યવસ્‍થા જળવાય અને કાંકરીચાળો કરી શકે તેવા તત્‍વોને અંકુશમાં લેવા માટે છેલ્લા ૧૦ દિવસથી સીટી ડિવિઝનના પાંચે પોલીસ મથક તથા એલસીબી, એલઓજીની કુલ ૨૯ ટીમો દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. જેમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્‍સનું ચેકિંગ, ફરાર શખ્‍સને ઝડપવાની કામગીરી કરવામાં આવશે. તેમજ શહેરની આજુબાજુમાં ૮ જેટલી ચેકપોસ્‍ટ ઉભી કરવામાં આવશે.

(10:58 AM IST)