<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો: નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર શરૂ

ખાડીની જળસપાટી ભયજનક સપાટી 7.20 મીટરને વટાવી આશરે 7.40 મીટરે પહોંચતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસ્યા

સુરત શહેરમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડીની જળસપાટી ભયજનક સપાટી 7.20 મીટરને વટાવી આશરે 7.40 મીટરે પહોંચતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસવાની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે સુરતમાં ફરી ખાડીપૂરનું સંકટ ઉભું થયું છે. ભેદવાડ ખાડીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો સતત તૈનાત રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(6:51 PM IST)