<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

૧૩ સપ્‍ટેમ્‍બરે ભુપેન્‍દ્રભાઇ પટેલ મુખ્‍યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરશે

પ્રથમ વખત ધારાસભ્‍ય બનેલ ભૂપેન્‍દ્રભાઈ પટેલની મુખ્‍યમંત્રી તરીકે પસંદગી પાછળના કયાં હતા પરીબળો...? : ભુપેન્‍દ્રભાઈની શરૂઆત જ થઈ રાજકીય પડકારોથી,માથા ઉપર હતી વિધાનસભા ચૂંટણી જીતાડવાની જવાબદારી, મુખ્‍યમંત્રી તરીકેના પ્રથમ વર્ષના લેખા જોખા ‘‘વિશ્વાસ થી વિકાસયાત્રા ની સફર''નવી સરકારની રચના જ બની પ્રથમ મોટી કસોટી : રાજકીય સ્‍થિરતા, કલ્‍યાણકારી યોજનાઓ અને વિકાસ ‘‘ગુજરાત ગૌરવ અભિયાન'' સહિત કરોડોના કામોનું લોકાર્પણ વિશ્વાસથી વિકાસ યાત્રાની સફર બીજેપી હાઇકમાન્‍ડે મુકેલા વિશ્વાસમાં ખરા ઉતર્યા ભુપેન્‍દ્રભાઈ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે ભૂપેન્‍દ્ર ભાઈ પટેલ ૧૩ મી સપ્‍ટેમ્‍બર ના રોજ પાંચ વર્ષ પુર્ણ કરી રહ્યા છે, ઘાટલોડિયા બેઠક ના ધારાસભ્‍ય કેવી રીતે બન્‍યા મુખ્‍યમંત્રી....??  કેવી રહી એમની મળદ્દુ અને મકકમ મુખ્‍યમંત્રી સુધી ની સફર....?? ભૂપેન્‍દ્રભાઈ પટેલ ૨૦૨૧માં ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા તે પાછળનો ઘટનાક્રમ ખૂબ જ રસ-દ હતો,  તેઓ પોતે પણ તે સમયે મુખ્‍યમંત્રી પદના સૌથી ચર્ચિત દાવેદારો માં પણ ગણાતા નહોતા, તો કેવી રીતે બન્‍યા મુખ્‍યમંત્રી ...?

૧૧મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના રોજ તે સમયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી એ અચાનક મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપ્‍યું, તેમણે કારણ તરીકે માત્ર એટલું કહ્યું કે પાર્ટીમાં જવાબદારીઓ બદલાતી રહે છે અને આ નિર્ણય ગુજરાત ના ‘‘વિશાળ હિતમાં'' લેવા માં આવ્‍યો છે તે સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લગભગ ૧૫ મહિના જેટલો સમય બાકી હતો, તેથી રાજીનામું રાજકીય રીતે ખૂબ મહત્‍વનું માનવામાં આવ્‍યું.

રૂપાણીના રાજીનામા બાદ ભાજપના કેન્‍દ્રીય નેતળત્‍વે ગુજરાતના નવા મુખ્‍યમંત્રી અંગે ૧૨મી સપ્‍ટેમ્‍બરના રોજ ચર્ચા શરૂ કરી, કેન્‍દ્રીય નિરીક્ષકો તરીકે પ્રહલાદ જોશી અને નરેન્‍દ્રસિંહ તોમર સહિતના નેતા ઓ ગાંધીનગર પહોંચ્‍યા હતા , તે સમયે અનેક નામો ની ચર્ચા ચાલી હતીラમનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ, આર.સી. ફળદુ વગેરે, જેમાં ભુપેન્‍દ્રભાઈનું નામ કયાંય ખાસ ચર્ચા માં નહોતું.

રસપ્રદ વાત તોએ હતી કે ૧૨ મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ની સવારે આશરે ૧૦ વાગ્‍યે ભુપેન્‍દ્રભાઈ બોપલમાં હતા, તેઓ પોતાની ઘાટલોડિયા વિધાનસભા બેઠક ના વિસ્‍તાર માં બીઆરટીએસ ટ્રેક ની આસપાસ વળક્ષારોપણ ના કાર્યક્રમ માં ભાગ લઈ રહ્યા હતા, એટલું જ નહી તે સમયે તેમને પોતે મુખ્‍યમંત્રી બનવા ના છે, તેવી કોઈ જાણકારી કે અંદાજ, કે આગાહી નહોતી, અને થોડા કલાકોમાં ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે તેમનું નામ જાહેર થયું.

ગાંધીનગરમાં ભાજપની ધારાસભ્‍ય દળની બેઠક મળી અહીં  મુખ્‍યમંત્રી તરીકે ભુપેન્‍દ્રભાઈનું નામ આગળ આવ્‍યું અને તેમને ધારાસભ્‍ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્‍યા, તેમ નું નામ વિજય રૂપાણી એ પ્રસ્‍તાવિત કર્યું હતું, આ નિર્ણય ઘણા લોકો માટે આヘર્યજનક હતો, કારણ કે ભૂપેન્‍દ્રભાઈ ત્‍યારે પ્રથમ વખત ધારાસભ્‍ય બન્‍યા હતા, તો ભૂપેન્‍દ્રભાઈની પસંદગી પાછળ કયા પરિબળો હતા...?

જ્જ પાટીદાર સમાજનું પરિબળ

૨૦૨૧માં ગુજરાતના રાજકારણ માં પાટીદાર સમાજ ખૂબ મહત્‍વનો પરિબળ હતો,  ભૂપેન્‍દ્રભાઈ પોતે પાટીદાર હોવાથી તેમની પસંદગી નું આ એક મહત્‍વનું રાજકીય પાસું માનવામાં આવ્‍યું હતું.

જ્જ આનંદીબેન પટેલ સાથેનો લાંબો રાજકીય સંબંધ

ભૂપેન્‍દ્રભાઈ પટેલ આનંદીબેન પટેલના નજીક ના માનવામાં આવતા હતા,  તેઓ જે ઘાટલોડિયા બેઠક પરથી ૨૦૧૭માં ધારાસભ્‍ય બન્‍યા હતા, તે અગાઉ આનંદીબેન પટેલ નું મતવિસ્‍તાર હતું.

જ્જસંગઠનનો લાંબો અનુભવ

ભુપેન્‍દ્રભાઈ ભલે  પ્રથમ વખત ધારાસભ્‍ય  બન્‍યા હતા, પરંતુ સ્‍થાનિક રાજકારણ અને ભાજપ સંગઠન માં તેઓ અજાણ્‍યા નહોતા, તેઓ મેમનગર નગરપાલિકાના પ્રમુખ, અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તથા AUDA  સાથે પણ જવાબદારી સંભાળી ચૂકયા હતા.

જ્જ ભાજપ માટે ચૂંટણી પહેલાં નવું નેતળત્‍વ

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે ગુજરાતમાં નવા નેતળત્‍વ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો,  રૂપાણીના સ્‍થાને ભૂપેન્‍દ્રભાઈને પસંદ કરવાનું આ એક મોટું રાજકીય કારણ માનવામાં આવ્‍યું. કારણ જે પણ હોય પરંતુ ભુપેન્‍દ્ર ભાઈ પટેલ ના જીવન અણધાર્યો વણાંક આવ્‍યો, એવું બન્‍યું જાણે એક સપનું હોય,

૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧-> વિજયભાઇ રૂપાણીનું રાજીનામું

૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ -> ભૂપેન્‍દ્રભાઈ પટેલ ભાજપ ધારાસભ્‍ય દળ ના નેતા બન્‍યા

૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ -> ભૂપેન્‍દ્રભાઈ પટેલે ગુજરાત ના ૧૭મા મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા.ધારાસભ્‍ય હોવું, કે સંગઠન નો અનુભવ હોવો અને મુખ્‍યમંત્રી હોવું એમાં જમીન આસમાન જેટલો ફર્ક હતો, પરંતુ ભુપેન્‍દ્રભાઈ ખુબ જ સહજતા થી આગળ વધ્‍યા, સાથી મંત્રી હોય કે અધિકારી હોય દરેક ને સમજતા ગયા અને સમય જતા સમજાવતા ગયા, આવો આપણે ભૂપેન્‍દ્રભાઈ પટેલ ના મુખ્‍યમંત્રી તરીકેના પ્રથમ એક વર્ષ ラ ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ થી ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ને જોઈએ તો, ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકાર નું પ્રથમ વર્ષ, અચાનક મુખ્‍યમંત્રી બન્‍યા, પડકારો વચ્‍ચે સરકાર સંભાળી અને ચૂંટણી પહેલાં વિકાસ ના એજન્‍ડાને વેગ આપ્‍યો.

૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના રોજ જ્‍યારે ભૂપેન્‍દ્રભાઈ પટેલે ગુજરાતના ૧૭મા મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા ત્‍યારે ગુજરાતના રાજકીય વર્તુળો માં સૌથી વધુ ચર્ચાતો સવાલ હતો  ‘‘આ પ્રથમ વખત ધારાસભ્‍ય બનેલા નેતા રાજ્‍યની સરકાર કેવી રીતે સંભાળશે....?'', પરંતુ એક વર્ષ પૂર્ણ થતાં ભાજપે તેમની સરકારની કામગીરી ને વિકાસ, કલ્‍યાણકારી યોજના ઓ અને વહીવટી સ્‍થિરતાના મુદ્દાઓ સાથે રજૂ કરી ,  ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ના મહાત્‍મા મંદિરમાં ૅ ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા''  નો કાર્યક્રમ યોજાયો, જેમાં ૫૧૯ જાહેર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું, જેની કુલ કિંમત આશરે રૂ.૧,૧૭૯ કરોડ હતી.

શરૂઆત જ રાજકીય પડકારોથી થઈ, ભૂપેન્‍દ્રભાઈ પટેલે જ્‍યારે મુખ્‍યમંત્રી પદ સંભાળ્‍યું ત્‍યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લગભગ એક વર્ષ જ બાકી હતું , તેમના પહેલાંના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી એ ૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ ના રોજ રાજીનામું આપ્‍યું હતું  ત્‍યારબાદ માત્ર બે દિવસમાં ગુજરાતને નવા મુખ્‍યમંત્રી મળ્‍યા , ભૂપેન્‍દ્રભાઈ માટે આ માત્ર મુખ્‍યમંત્રી બનવાનો પ્રસંગ નહોતો તેમણે એક સાથે સરકાર, સંગઠન અને આગામી વિધાનસભા ચૂંટણી ની તૈયારી સંભાળવાની હતી, ૧૩ સપ્‍ટેમ્‍બરે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી એ પણ તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેઓ ભાજપ સંગઠન, નાગરિક વહીવટ અને સામાજિક સેવા ક્ષેત્રે લાંબા સમય થી કામ કરતા આવ્‍યા છે.

 પ્રથમ મોટી કસોટી  નવી સરકારની રચના, ભૂપેન્‍દ્રભાઈના મુખ્‍યમંત્રી બન્‍યા બાદ ભાજપે સરકાર ની ટીમ માં પણ મોટો ફેરફાર કર્યો, ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના રોજ નવા મંત્રિમંડળે શપથ લીધા અને રૂપાણી સરકારના અગાઉના કોઈ મંત્રીને નવી કેબિનેટ માં સ્‍થાન આપવામાં આવ્‍યું નહીં, આને રાજકીય રીતે ‘‘નો-રિપીટ'' ફોર્મ્‍યુલા તરીકે જોવામાં આવ્‍યું,  એટલે કે ભાજપે માત્ર મુખ્‍યમંત્રી બદલ્‍યા નહોતા, પરંતુ આગામી ચૂંટણી માટે સરકારનો આખો ચહેરો બદલવાનો પ્રયાસ કર્યો હતો , આ નિર્ણય ભૂપેન્‍દ્ર પટેલ સરકાર માટે શરૂઆતથી જ મોટી રાજકીય જવાબદારી લઈને આવ્‍યો.

વિકાસને પ્રથમ વર્ષમાં કેન્‍દ્રસ્‍થાને રાખવાનો પ્રયાસ કર્યો, ભૂપેન્‍દ્રભાઈની પશથમ વર્ષની સરકાર માં એક મહત્‍વનું લક્ષણ રહ્યું મોટા વિકાસ પ્રોજેક્‍ટો સાથે લોક કલ્‍યાણકારી યોજનાઓ ને આગળ ધપાવવી, જૂન ૨૦૨૨માં ‘ગુજરાત ગૌરવ અભિયાન' અંતર્ગત વડોદરા માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી એ રૂ.૨૧,૦૦૦ કરોડ થી વધુના વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ,આ માં રેલવે, આવાસ, શિક્ષણ, આરોગ્‍ય, પાણી અને અન્‍ય માળખાકીય ક્ષેત્રોના પ્રોજેક્‍ટો સામેલ હતા, આ જ અભિયાન દરમિયાન ૧.૩૮ લાખ પીએમ આવાસ યોજના ના ઘરોનું લોકાર્પણ પણ કરવામાં આવ્‍યું.

મહિલા ઓ અને માતા-બાળ આરોગ્‍ય માટે મોટી યોજના,ભૂપેન્‍દ્ર પટેલ સરકાર ના પ્રથમ વર્ષ માં સૌથી વધુ ચર્ચામાં આવેલી નવી યોજનાઓમાંની એક હતી. મુખ્‍યમંત્રી માતળશક્‍તિ યોજના, ૧૮ જૂન ૨૦૨૨ ના રોજ વડોદરા માં આ યોજના શરૂ કરવામાં આવી, યોજનાનો પ્રારંભિક ખર્ચ રૂ.૮૦૦ કરોડ રાખવામાં આવ્‍યો હતો, આ યોજના હેઠળ ગર્ભવતી અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્‍દ્રો મારફતે દર મહિને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ, અને ૧ લીટર ખાદ્યતેલ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી,  હેતુ માતા અને બાળકના પોષણને મજબૂત કરવાનો હતો , આ યોજનાને સરકારના પ્રથમ વર્ષમાં મહિલા અને બાળ કલ્‍યાણ ક્ષેત્ર ની મહત્‍વપૂર્ણ પહેલ તરીકે રજૂ કરવામાં આવી.

પોષણ સુધા યોજનાનો પણ વિસ્‍તાર , આ જ કાર્યક્રમ દરમિયાન પોષણ સુધા યોજનાને રાજ્‍યના તમામ આદિવાસી લાભાર્થીઓ સુધી વિસ્‍તારવામાં આવી સરકારે આશરે રૂ.૧૨૦ કરોડ ની રકમનું વિતરણ પણ કર્યું હતું , યોજનાનો ઉદ્દેશ ગર્ભવતી અને ધાત્રી આદિવાસી મહિલાઓ ના પોષણ માં સુધારો કરવાનો હતો.

આદિવાસી વિસ્‍તારો પર વિશેષ ભાર, ભૂપેન્‍દ્રભાઈ સરકારના પ્રથમ વર્ષ દરમિયાન દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્‍તારોમાં પાણી, રસ્‍તા, આરોગ્‍ય, શિક્ષણ અને કનેક્‍ટિવિટી જેવા ક્ષેત્રોમાં પ્રોજેક્‍ટો આગળ વધારવામાં આવ્‍યા , ૧૦ જૂન ૨૦૨૨ના રોજ નવસારી ના ખૂદવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન' હેઠળ રૂ.૩,૦૫૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું , આ કાર્યક્રમમાં ખાસ કરીને આદિવાસી વિસ્‍તારોના વીજળી, પાણી, રસ્‍તા, આરોગ્‍ય અને શિક્ષણ સંબંધિત પ્રોજેક્‍ટો પર ભાર મૂકાયો હતો.

ગરીબો માટે આવાસ અને મૂળભૂત સુવિધાઓ, પ્રથમ વર્ષમાં આવાસ ક્ષેત્રે પણ મોટી સંખ્‍યામાં પ્રોજેક્‍ટો આગળ વધ્‍યા, જૂન ૨૦૨૨ના વડોદરા કાર્યક્રમ માં પીએમ આવાસ યોજના  હેઠળ ૧.૩૮ લાખ ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું અને આશરે ૩,૦૦૦ નવા ઘરો માટે ખાતમુહૂર્ત થયું , સરકારના વિકાસના એજન્‍ડામાં માત્ર મોટા શહેરો નહીં પરંતુ ગામડાં અને આદિવાસી વિસ્‍તારોને પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. રૂ.૨૧,૦૦૦ કરોડ ના વિકાસ -ોજેક્‍ટો પ્રથમ વર્ષ નું મોટું પ્રદર્શન , વડોદરાના ગુજરાત ગૌરવ અભિયાનમાં એક જ કાર્યક્રમમાં રૂ.૨૧,૦૦૦ કરોડ થી વધુ ના પ્રોજેક્‍ટો રજૂ થયા , રેલવે ક્ષેત્ર રૂ ૧૬,૦૦૦ કરોડ થી વધુના પ્રોજેક્‍ટો પીએમ આવાસઃ ૧.૩૮ લાખ ઘરો, માતળશક્‍તિ યોજનાઃ રૂ.૮૦૦ કરોડ શિક્ષણ ગુજરાત સેન્‍ટ્રલ યુનિવર્સિટી સહિતના પ્રોજેક્‍ટો પાણી, આરોગ્‍ય અને કનેક્‍ટિવિટીઃ વિવિધ પ્રોજેક્‍ટોનો સમાવેશ થયો હતો.

શિક્ષણ ક્ષેત્રે પણ પહેલ ભૂપેન્‍દ્ર પટેલ સરકારના પ્રથમ વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે એન ઈપી -૨૦૨૦ ના અમલીકરણ માટે રોડમૅપ પણ રજૂ કરવામાં આવ્‍યો , જાન્‍યુઆરી ૨૦૨૨ માં ગુજરાતે નેશનલ એજ્‍યુકેશન પોલિસી..૨૦૨૦ ના  અમલીકરણ માટેનો રોડ મૅપ જાહેર કર્યો હતો , સરકારી દસ્‍તાવેજોમાં ઉચ્‍ચ શિક્ષણ, સ્‍કોલરશિપ, સંશોધન અને વિદ્યાર્થીઓના કારકિર્દી વિકાસ માટે ની વિવિધ યોજનાઓ નો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

ભુપેન્‍દ્રભાઈની જવાબદારીનો જાણે પ્રથમ પડાવ, માર્ચ ૨૦૨૨નું બજેટ એટલે વિધાનસભા ચૂંટણી પહેલાં નું મહત્‍વનું બજેટ, ૪ માર્ચ ૨૦૨૨ના રોજ ગુજરાત સરકારે રૂ.૨,૪૩,૯૬૫ કરોડ નું બજેટ રજૂ કર્યું, આ બજેટ ભૂપેન્‍દ્ર પટેલ સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાંનું મહત્‍વનું બજેટ હતું, સરકારે તેમાં નવા કર લાદ્યા નહોતા અને કેટલાક વર્ગોને રાહતો તથા ઉદ્યોગ, મહિલા, આદિવાસી, પશુપાલક અને ખેડૂતલક્ષી જોગવાઈઓ કરી હતી , એટલું જ નહીં રાજ્‍ય સરકારે ૨૦૨૧-૨૨ ના નાણાકીય વર્ષમાં GSDP વળદ્ધિ ૧૭.૪%રહેવાનો અંદાજ રજૂ કર્યો હતો.

આ ઉપરાંત ભુપેન્‍દ્રભાઈના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્‍તારો માં રસ્‍તા, પાણી પુરવઠો, સિંચાઈ, વીજળી અને પરિવહન ક્ષેત્રના પ્રોજેક્‍ટો ને પણ આગળ ધપાવવામાં આવ્‍યા , ખાસ કરીને ‘ગુજરાત ગૌરવ અભિયાન'ના કાર્યક્રમો માં વિકાસ ને માત્ર એક શહેર સુધી સીમિત રાખવાને બદલે પ્રાદેશિક વિકાસ તરીકે રજૂ કરવામાં આવ્‍યો, નવસારી થી વડોદરા સુધી ના કાર્યક્રમો માં દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્‍તારો માટે પાણી, રસ્‍તા, વીજળી અને આરોગ્‍ય જેવા પ્રોજેક્‍ટો પર ભાર મૂકાયો.

 તેમજ ભૂપેન્‍દ્રભાઈ પટેલના પ્રથમ વર્ષમાં ઉદ્યોગ ક્ષેત્રે અગાઉથી ચાલતા ગુજરાતના રોકાણ-કેન્‍દ્રિત મોડેલ ને આગળ ધપાવવામાં આવ્‍યો,  ૨૦૨૨ દરમિયાન દહેજ, અંકલેશ્વર અને અન્‍ય ઔદ્યોગિક વિસ્‍તારો માં વિવિધ પ્રોજેક્‍ટો આગળ વધ્‍યા ઓક્‍ટોબર ૨૦૨૨માં વડાપ્રધાન દ્વારા ભરૂચ- અંકલેશ્વર વિસ્‍તારમાં બલ્‍ક ડ્રગ પાર્ક, દહેજ ડીપ સી પાઈપ લાઇન અને અન્‍ય ઔદ્યોગિક પ્રોજેક્‍ટો ના ખાતમુહૂર્ત /લોકાર્પણ થયા હતા , આ ઘટના ઓ પ્રથમ વર્ષ ની સમાપ્તિ પછી ની હોવા થી તેને પ્રથમ વર્ષ ના પરિણામ તરીકે સીધી રીતે ગણવી નહીં,પરંતુ તે સમયગાળાની સતત ઔદ્યોગિક દિશાનો ભાગ માનવો યોગ્‍ય છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની વ્‍યક્‍તિગત રાજકીય છબી શરૂઆતથી જ શાંત અને સરળ નેતા તરીકે રહી, પ્રથમ વર્ષમાં તેમની સરકાર સામે સૌથી મોટો પડકાર હતો કે એક પ્રથમ વખતના ધારાસભ્‍યને મુખ્‍યમંત્રી તરીકે સ્‍વીકાર્યતા કેવી રીતે મળે, પરંતુ એક વર્ષ પૂર્ણ થવા સમયે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહે તેમના કામની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમની સરકાર હેઠળ ગુજરાતે વિવિધ કલ્‍યાણકારી સૂચકાંકો માં સારું -દર્શન કર્યું છે અને ‘હર ઘર જલ' તથા નીતિ આયોગ ના ગ્રામ વિકાસ સૂચકાંક જેવા ક્ષેત્રો માં રાજ્‍ય આગળ રહ્યું હતું.

 એક વર્ષ પૂરું થતાં ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા'', ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ના રોજ ભૂપેન્‍દ્ર પટેલ સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગાંધીનગરના મહાત્‍મા મંદિર માં ‘વિશ્વાસ થી વિકાસ યાત્રા' કાર્યક્રમ યોજાયો, આ પ્રસંગે ૫૧૯ વિકાસકાર્યો, લોકાર્પણ અને ખાતમુહૂર્ત મી, રૂ.૧,૧૭૯ કરોડ , કુલ વિકાસકાર્યોની કિંમત , આ કાર્યો માં પંચાયત, ગ્રામ વિકાસ, બંદરો, પરિવહન, ઊર્જા, શિક્ષણ, પાણી પુરવઠો, સામાજિક ન્‍યાય, શહેરી વિકાસ અને રસ્‍તા-મકાન જેવા અનેક વિભાગો સામેલ હતા.

આ કાર્યક્રમ દ્વારા સરકારનું -થમ વર્ષ ‘‘વિકાસ અને કલ્‍યાણ'' ના નેરેટિવ સાથે રજૂ કરવામાં આવ્‍યું.

શ્રી ભુપેન્‍દ્રભાઈના મુખ્‍યમંત્રી તરીકેના પ્રથમ વર્ષનું મૂલ્‍યાંકનની દ્રષ્ટિએ જોઈએ તો,ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારના પ્રથમ વર્ષને ત્રણ મુખ્‍ય ભાગમાં સમજાવી શકાય,

૧)  રાજકીય સ્‍થિરતા

અચાનક મુખ્‍યમંત્રી બનેલા નેતાએ એક વર્ષ સુધી સરકારને સ્‍થિર રાખી અને નવી મંત્રીમંડળ ટીમ સાથે કામ કર્યું.

૨) કલ્‍યાણકારી યોજનાઓ

માતળશક્‍તિ યોજના, પોષણ સુધા અને આવાસ સહિતની યોજનાઓ દ્વારા મહિલા, માતા-બાળક, ગરીબ અને આદિવાસી વર્ગ પર ભાર મૂકાયો.

૩) વિકાસ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર

રસ્‍તા, રેલવે, પાણી, આવાસ, શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસના પ્રોજેક્‍ટોને આગળ ધપાવાયા.

આમ ભુપેન્‍દ્રભાઈ પટેલે મુખ્‍યમંત્રી તરીકે પ્રથમ વર્ષ ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧થી ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ સુધી ખુબ જ સહજતા થી પુર્ણ કર્યું, પરંતુ હવે બીજા વર્ષમાં પણ વિધાનસભાની ચુંટણીનો હતો મોટી પડકાર.

 

 

 

(2:23 PM IST)