તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ગુજરાતમાં જાહેર વિતરણ પ્રણાલીને સુદ્રઢ બનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલનું મોટું
પગલું: વાજબી ભાવની દુકાનના કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૫નો વધારો મંજુર : રેશનિંગ દુકાનદારોનું કમિશન રૂ. ૧૫૦ થી વધારીને રૂ. ૧૮૫ કરાયું: રાજ્ય સરકાર બજેટમાં રૂ. ૬૭.૨૦ કરોડની જોગવાઈ સાથે ૧૭,૦૦૦ થી વધુ સંચાલકોને આપશે સીધો આર્થિક લાભ

ગાંધીનગર તા.૨૦: ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) ની વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ કલ્યાણકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ (NFSA) હેઠળના તમામ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) કુટુંબોને વિતરણ કરાતા ઘઉં તેમજ ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવવામાં આવતા કમિશનના દરમાં નોંધપાત્ર વળદ્ધિ કરવામાં આવી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, દુકાન સંચાલકોને અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૫૦ કમિશન ચૂકવાતું હતું, જેમાં રૂ. ૩૫ નો સીધો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ સુધારા સાથે હવે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૮૫ કમિશન ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતળત્વ હેઠળ તેમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના સીધા માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ મંજૂરીના નિર્ણયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યરત ૧૭,૦૦૦ થી વધુ રેશનિંગની વાજબી ભાવની દુકાનોના સંચાલકોને સીધો અને મોટો આર્થિક લાભ મળશે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આદેશ અનુસાર, વાજબી ભાવની દુકાનના સંચાલકોને આ વધારેલા કમિશનની ચૂકવણી ૧ એપ્રિલ, ૨૦૨૬ ની પાછલી અસરથી કરવામાં આવશે. લાંબા સમયથી એસોસિએશન અને સંચાલકો દ્વારા કરવામાં આવી રહેલી આર્થિક સધ્ધરતાની માંગણીનો સરકારે હકારાત્મક ઉકેલ લાવ્યો છે
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
