<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

નર્મદામાં કોંગ્રેસને મોટો ફટકો

નર્મદામાં કોંગ્રેસનું ધોવાણ! 800થી વધુ કાર્યકરો 'આપ'માં જોડાયા : તિલકવાડામાં રાજકીય સમીકરણો બદલાયા, કોંગ્રેસના સંગઠનને મોટો આંચકો.

નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો છે. કોંગ્રેસ સાથે જોડાયેલા 800થી વધુ કાર્યકરોએ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે. નવા કાર્યકરોનું પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે. આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઘટનાની રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે.

(2:56 PM IST)