તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળનો મોટો નિર્ણય : દૂધના ખરીદ ભાવમાં સીધો 25 નો વધારો કરવાની જાહેરાત
હવે દૂધનો ભાવ રૂ. 830થી વધીને રૂ. 855 પ્રતિ કિલો ફેટ થયો: આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક રૂ. 100 કરોડથી વધુનો આર્થિક ફાયદો થશે

મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને તેમના નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં સીધો રૂ. 25 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે દૂધનો ભાવ રૂ. 830થી વધીને રૂ. 855 પ્રતિ કિલો ફેટ (Fat) થયો છે.
આ નિર્ણયની સૌથી મોટી ખાસિયત એ છે કે, દૂધસાગર ડેરી હવે ગુજરાતની પ્રથમ એવી ડેરી બની છે જે પશુપાલકોને માત્ર ફેટના આધારે જ નહીં, પરંતુ એસએનએફના આધારે પણ વધારાના પૈસા ચૂકવશે. અત્યાર સુધી ગુજરાતની મોટાભાગની ડેરીઓ માત્ર ફેટના આધારે જ ભાવ ચૂકવતી હતી, પરંતુ હવે નવી પદ્ધતિ અમલમાં આવતા પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવશે. આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક રૂ. 100 કરોડથી વધુનો આર્થિક ફાયદો થશે, જેને લઈને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
