તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
હાઈકોર્ટનો મોટો નિર્ણય,આપ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નિ શકુન્તલા વસાવા સહિત 5 લોકોને મળ્યા જામીન
શકુન્તલાબેન અને ખેડૂતોના જામીન મંજૂર થતાં કાર્યકરો અને સમર્થકોમાં હર્ષની લાગણી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષ 2023 ના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે ગત 23 જૂનના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા સહિત 5 પુરુષ અને 4 મહિલાઓને 7 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટે અગાઉ 32 વર્ષીય મહિલા આરોપી શુકવંતા વસાવા પોતાના માત્ર 17 દિવસના નવજાત બાળકને લઈને જેલમાં ગયા હતા.આ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે 2 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે નવજાત બાળકના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ મહિલા આરોપી શુકવંતા વસાવાના જામીન મંજૂર કર્યા હતા.
ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે 22 જુલાઈના રોજ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અન્ય આરોપીઓ પૈકી ચૈતર વસાવાના ધર્મપત્ની શકુન્તલા વસાવા, રમેશ ગીમ્બા વસાવા, મરિયમબેન ઝવેર ગંભીર વસાવા, બલિરામ કાલુસીંગ વસાવા, મોગરાબેન રમેશ ગીમ્બા વસાવાના જામીન મંજૂર કર્યા છે. હવે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે.તેમના જામીન માટેની અરજી નામદાર કોર્ટમાં મૂકવામાં આવશે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
