<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

વિરમગામ ભરવાડી દરવાજા પાસે ફટાકડાં ફોડવા મુદ્દે મોટી માથકૂટ: તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર હુમલો

જાગ્રસ્ત બંને વ્યક્તિને માથા અને છાતીના ભાગમાં ઈજાઓ. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.

અમદાવાદના વિરમગામમાં ફટાકડાં ફોડવા મુદ્દે મોટી બબાલ થઈ હતી. તીક્ષ્ણ હથિયારથી 2 લોકો પર હુમલો કારાયોહતો, ભરવાડી દરવાજા પાસે ફટાકડા ન ફોડવા મુદ્દે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 2 લોકો પર હુમલો કરાયો હતો  ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા . પ્રાથમિક સારવાર અપાયા બાદ અમદાવાદ ખસેડાયા હતા . સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

(4:54 PM IST)