<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

નર્મદા ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો:ડેમની જળસપાટી 138.35 મીટરે પહોંચી: ઉપરવાસમાંથી 70830 ક્યુસેક પાણીની આવક

138.68 મીટરની મહત્તમ સપાટીથી માત્ર 35 સેન્ટિમીટર જ દૂર :હાલ ડેમમાંથી 13120 ક્યુસેક પાણીની જાવક: 5638.5 MCM લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ

અમદાવાદ :નર્મદા ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે ઉપરવાસમાંથી 70830  ક્યુસેક પાણીની આવક થવાને કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો નોંધાયો છે.જેના પગલે ડેમની જળસપાટી 138.35 મીટરે પહોંચી છે અને તે હવે તેની 138.68 મીટરની મહત્તમ સપાટીથી માત્ર 35 સેન્ટિમીટર જ દૂર છે.હાલ ડેમમાંથી 13120 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે અને 5638.5 MCM લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે.જ્યારે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન બંધ રાખવામાં આવ્યા છે અને માત્ર કેનાલ હેડના ત્રણ ટર્બાઇન કાર્યરત છે.

(1:10 PM IST)