<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વડોદરા રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 જુલાઈ સુધી 10 ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ : જાણો સંપૂર્ણ યાદી

અન્ય 4 ટ્રેનો નિર્ધારિત સ્ટેશન પહેલા ટર્મિનેટ અથવા ઓરિજિનેટ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે હવે અંતિમ તબક્કામાં છે. આ વિકાસલક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે આગામી 30 જૂનના રોજ વડોદરા સ્ટેશન પર મહત્વપૂર્ણ ‘નોન-ઈન્ટરલોકિંગ’ની કામગીરી કરવામાં આવશે.

રેલવે પરિવહન સેવાને અસર: 10 ટ્રેન રદ

આ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યને કારણે ટ્રેન વ્યવહાર પર અસર પડશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 29-30 જૂન અને 1 જુલાઈ, 2026 દરમિયાન કુલ 10 ટ્રેનો સંપૂર્ણપણે રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 4 ટ્રેનો નિર્ધારિત સ્ટેશન પહેલા ટર્મિનેટ અથવા ઓરિજિનેટ કરવામાં આવશે.

સંપૂર્ણપણે રદ રહેનારી ટ્રેનોની યાદી

  • ટ્રેન નંબર 59549/59550: વડોદરા-વટવા પેસેન્જર ટ્રેન (29-30 જૂન અને 1 જુલાઈ)
  • ટ્રેન નંબર 79440/79439: કથાના-પ્રતાપનગર ડેમુ ટ્રેન (29-30 જૂન અને 1 જુલાઈ)
  • ટ્રેન નંબર 79461/79462: મિયાગામ કરજણ-પ્રતાપનગર ડેમુ ટ્રેન (29-30 જૂન અને 1 જુલાઈ)
  • ટ્રેન નંબર 22930/22929: વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ (30 જૂન-1 જુલાઈ)
  • ટ્રેન નંબર 19011/19012: વલસાડ-દાહોદ એક્સપ્રેસ (30 જૂન અને 1 જુલાઈ)

શોર્ટ ટર્મિનેશન-ઓરિજિનેશનની વિગત

જે ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તેની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 12929 વલસાડ-વડોદરા ઈન્ટરસિટી

આ ટ્રેન વડોદરાને બદલે વિશ્વામિત્રી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

  • ટ્રેન નંબર 69110 વડોદરા-ભરૂચ મેમુ

આ ટ્રેન વડોદરાના બદલે મકરપુરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે (ઉપડશે).

  • ટ્રેન નંબર 12927 દાદર-એકતાનગર સુપરફાસ્ટ

29 અને 30 જૂને આ ટ્રેન માત્ર વડોદરા સુધી જ દોડશે.

  • ટ્રેન નંબર 12928 એકતાનગર-દાદર સુપરફાસ્ટ

30 જૂન અને 1 જુલાઈના રોજ આ ટ્રેન એકતાનગરનીજગ્યાએ વડોદરા સ્ટેશનથી ઉપડશે.

નોન-ઈન્ટરલોકિંગ કામગીરીના કારણે સર્જાયેલી આ અગવડતા બદલ રેલવે તંત્રે મુસાફરો પાસે ક્ષમા માંગી છે. રેલવે દ્વારા મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવસો દરમિયાન પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરી લે અને વૈકલ્પિક વ્યવસ્થા રાખે. આ ઉપરાંત, ટ્રેનની સ્થિતિ અંગેના લેટેસ્ટ અપડેટ જાણવા માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ ચેક કરવા અથવા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા પણ સલાહ આપવામાં આવી છે.

(2:05 PM IST)