News of Sunday, 31st May 2026
અમદાવાદના વાહનચાલકોને મોટી રાહત: 12 જૂનથી YMCA-કર્ણાવતી ક્લબ રોડ ખુલશે,
ઓગસ્ટથી એલિવેટેડ કોરિડોર શરૂ થશેઃ દરરોજ ર લાખ વાહન ચાલકોને ૩ કિ.મી. દૂર ફરવા જવુ પડતુ હતું

અમદાવાદઃ શહેરમાં એલિવેટેડ બ્રિજની કામગીરી ચાલી રહી હતી. જે કામગીરીને પગલે વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ જંકશન સુધીનો 1.2 કિમીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના લીધે વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાણંદ ચોકડી તરફથી આવતા વાહનચાલકો માટે કર્ણાવતી જંકશન પર રેમ્પ નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી રોડ બંધ કરાયો હતો.
હવે આ રોડ અંદાજિત 12 જૂને ખુલ્લો મુકાશે. કર્ણાવતી જંકશન પાસે રેમ્પના નિર્માણને લીધે રોજના 2 લાખ વાહનચાલકોને 2થી 3 કિમીનો લાંબો ફેરો થતો હતો. સાણંદ ફલાયઓવરથી ઇસ્કોન જંકશન સુધી 4.1 કિમી લાંબો એલિવેટેડ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ બ્રિજ બનાવવવામાં અંદાજે રુ.550 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
રુ.550 કરોડના ખર્ચે બનનાર બ્રિજ શહેરનો બીજો સૌથી લાંબો બ્રિજ બનશે. જ્યારે આ કોરિડોર હવે 1 જુલાઈથી 1 ઓગસ્ટથી શરુ થશે. અગાઉ સાણંદ ચોકડી તરફથી આવતા વાહનો માટે કર્ણાવંતી જંકશન પર ઉતરવાના રેમ્પની કામગીરીમાં ઘણું મોડું થયું હતું. જેથી આ વિલંબના લીધે 1 જૂને વાહનચાલકો માટે રસ્તો શરુ થવાનો હતો. હવે તે 12 જૂનના રોજ રસ્તો ખુલશે. જેથી વાહનચાલકોને 3 કિમીનો ફેરો કરવાથી અંત આવશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
