News of Wednesday, 8th July 2026
રાજ્યના 1800 જેટલા પોલીસ કર્મચારીઓને મોટી રાહત : PSI વિભાગીય બઢતીના નિયમોને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી
ગુજરાત હાઈકોર્ટે પ્રમોશન માટે લેવાનારી પરીક્ષામાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો:હાઇકોર્ટના આ નિર્ણય સાથે જ PSIની વિભાગીય બઢતી પ્રક્રિયાને અંતે લીલી ઝંડી મળી

અમદાવાદ :રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ દળના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી આવતી કાનૂની ગડમથલનો અંત આવતા પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાઇકોર્ટના આ ચુકાદા સાથે જ PSIની વિભાગીય બઢતી પ્રક્રિયાને અંતે લીલી ઝંડી મળી ગઈ છે. અગાઉ કાનૂની પ્રક્રિયાઓના કારણે આ બઢતી પ્રક્રિયા અટવાયેલી હતી, પરંતુ હવે હાઇકોર્ટની મંજૂરી મળતા રાજ્યમાં PSI ની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરાશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.
આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં PSI બઢતી માટેના નિયમોને પડકારવામાં આવ્યા હતા, અને પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આ અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે પ્રમોશન માટે લેવાનારી પરીક્ષામાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
