તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ખેડા કપડવંજ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો: ઘટનાના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ
ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં અનેકના મોત; પોલીસે ફરાર આરોપીને દબોચી લીધો : વધુ તપાસ હાથ ધરાઈ

ખેડા તા.૯ : કપડવંજ તાલુકામાં ગત 11 દિવસ પહેલા સર્જાયેલા ગમખ્વાર બ્લાસ્ટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટ મામલે ફરાર ફરતા મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મિતુલ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કપડવંજ નજીક આવેલી આ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદથી જ ફેક્ટરી માલિક મિતુલ પટેલ ફરાર હતો. પોલીસની 6થી વધુ ટીમો છેલ્લા 11 દિવસથી તેની શોધમાં હતી.
ખેડા જિલ્લા પોલીસ અને એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપી મિતુલ પટેલને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરી સરકારની કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી અને સુરક્ષાના કોઈ સાધનો પણ રાખવામાં આવ્યા નહોતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે. રિમાન્ડ દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા અન્ય લોકો, કાચા માલના સપ્લાયર અને આ ઘટના પાછળના વધુ કોઈ સંડોવાયેલા લોકો વિશે પૂછપરછ કરવામાં આવશે.
બ્લાસ્ટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીઓ સામે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે.
હાલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
