News of Monday, 29th June 2026
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા પ્લાઝમા રેકેટ મામલે મોટો ખુલાસો :ઝડપાયેલા 1140 બ્લડ પ્લાઝમાનો રિપોર્ટ નેગેટીવ
આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકો સાથે સંપર્ક ધરાવતો :સારા પ્લાઝમા 8 બ્લડ બેંકોમાં મોકલતો

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા પ્લાઝમા રેકેટ મામલે મોટો ખુલાસો થયો છે. નકલી પ્લાઝમા મુદ્દે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકો સાથે સંપર્ક ધરાવતો હતો. એસીપીના જણાવ્યા મુજબ, સારા પ્લાઝમા 8 બ્લડ બેંકોમાં મોકલતો હતો. ઝડપાયેલા 1140 બ્લડ પ્લાઝમાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમણે કહ્યું કે, પ્લાઝમા ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે. પ્લાઝમા માનવજીવનને હાનિ પહોંચાડનારુ સામે આવ્યું છે..
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
