તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
વિધાનસભામાં સરકારી ભરતીને લઈને મોટો ખુલાસો : ભરતી કેલેન્ડર જાહેર કરવાની માંગ સાથે સવાલ થયો
165 ભરતી પ્રક્રિયા માટેના માંગણાપત્રો અંગે સરકારનું શું આયોજન છે તે અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં સરકારી ભરતીને લઈને મોટો ખુલાસો થયો છે. ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકાર પાસે ભરતી કેલેન્ડર જાહેર કરવાની માંગ સાથે 2013થી 2024 દરમિયાન થયેલી ભરતી પ્રક્રિયા અંગે સવાલો કર્યા હતા. 165 ભરતી પ્રક્રિયા માટેના માંગણાપત્રો અંગે સરકારનું શું આયોજન છે તે અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અગાઉ 149 જૂની મહેકમની જગ્યાઓ હતી, જ્યારે નવી 177 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેમાંથી 161 જગ્યાઓ ભરાઈ ચૂકી છે. 165 જગ્યાઓમાંથી 123 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. બઢતીના નિયમોમાં સુધારા કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને ત્યારબાદ DPC (ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી)ની પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેલી જગ્યાઓ પણ આગામી સમયમાં ભરવામાં આવશે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
