<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ અંગે મોટા ખુલાસા :કાશ્મીરમાં AK-47 અને પિસ્તોલ ચલાવવાની તેમજ ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી

આરોપીઓએ સિદ્ધપુરના નદી પટ્ટ વિસ્તારમાં ટાઈમ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ પણ કર્યા હતા:સ્થળ પરથી ટાઈમર બોમ્બ બનાવવાની સામગ્રી, શંકાસ્પદ કેમિકલ પાવડર, સોડિયમ ફોસ્ફેટ, જેહાદી સાહિત્ય અને 1.30 લાખ રોકડા જપ્ત કરાયા

ગુજરાત એટીએસની તપાસમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. પકડાયેલા આતંકીઓએ કાશ્મીરમાં જઈ આઠ મહિના સુધી AK-47 અને પિસ્તોલ ચલાવવાની તેમજ ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી. આરોપીઓએ સિદ્ધપુરના નદી પટ્ટ વિસ્તારમાં ટાઈમ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ પણ કર્યા હતા.એટીએસ દ્વારા સ્થળ પરથી ટાઈમર બોમ્બ બનાવવાની સામગ્રી, શંકાસ્પદ કેમિકલ પાવડર, સોડિયમ ફોસ્ફેટ, જેહાદી સાહિત્ય અને 1.30 લાખ રોકડા જપ્ત કરાયા છે. પાકિસ્તાન સ્થિત હેન્ડલર અબ્દુલ્લા પાસેથી ફંડ મેળવી આ આતંકીઓ સુસાઇડ બોમ્બર તરીકે મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. હાલમાં એટીએસ ડિજિટલ પુરાવા અને સીડીઆરના આધારે રાજ્યમાં ફેલાયેલા આ સમગ્ર જેહાદી નેટવર્કની તપાસ કરી રહી છે.

 

(7:30 PM IST)