News of Friday, 8th May 2026
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા :રામોલ પોલીસ મથકનો વોન્ટેડ આરોપી સમીર ઉર્ફે સેમર શેખ બહેરામપુરાથી ઝડપાયો
પકડાયેલ આરોપી સેમર શેખ વિરુદ્ધ દાણીલીમડા સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા એક વોન્ટેડ ગુનેગારને દબોચી લીધો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપી સમીર ઉર્ફે સેમર શેખને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના બહેરામપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સેમર શેખ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ દાણીલીમડા સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આ આરોપીની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તેને વધુ તપાસ માટે રામોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં પોલીસનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
