News of Tuesday, 26th May 2026
આણંદ સાયબર ક્રાઈમ પોલીસની મોટી સફળતા:આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સાગરીત ઝડપાયો :રૂ .770 કરોડથી વધુનું મસમોટું કૌભાંડ
પાકિસ્તાન,યુગાન્ડા અને યુ,એ,ઈ સુધી કનેક્શન :અલગ-અલગ બેંકોના 186 જેટલા ખાતાઓનો દુરુપયોગ :એકાઉન્ટ્સ પર NCCRP પોર્ટલ મારફતે 795 જેટલી ફરિયાદો:ભારતના વિવિધ રાજ્યોમાં 30 જેટલી FIR પણ રજીસ્ટર થઈ

આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને એક બહુ મોટી સફળતા મળી છે. વિદેશોમાં તાર ધરાવતી અને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક ઓર્ગેનાઈઝ્ડ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ગેંગના સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે ભારતના અલગ-અલગ રાજ્યોના નિર્દોષ લોકો સાથે રૂ. 7702016858 (સાતસો સિત્તેર કરોડથી વધુ) નું મસમોટું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ગેંગ દ્વારા અંદાજે 77.20 કરોડ રૂપિયાની સાયબર હેરાફેરી કરવામાં આવી છે. ભારતના લોકો પાસેથી છેતરીને મેળવેલા નાણાં બાયનાન્સ (Binance) એપ્લિકેશન તેમજ હવાલા મારફતે પાકિસ્તાન, યુગાન્ડા (આફ્રિકા) અને યુ.એ.ઈ. (UAE) જેવા દેશોમાં મોકલવામાં આવતા હતા. આ મહાકૌભાંડને અંજામ આપવા માટે અલગ-અલગ બેંકોના 186 જેટલા ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ એકાઉન્ટ્સ પર NCCRP પોર્ટલ મારફતે 795 જેટલી ફરિયાદો, અરજીઓ થયેલી છે, જેના આધારે ભારતના વિવિધ રાજ્યોમાં 30 જેટલી FIR પણ રજીસ્ટર થઈ ચૂકી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
