તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
સુમુલ ડેરીના ડિરેકટરોની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા. :16 બેઠકમાંથી 5 બેઠક બિનહરીફ થઈ, 11 બેઠક પર ચૂંટણી થશે
ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પરથી બળવંત પટેલ, માંગરોળ બેઠક પરથી રાજુ પાઠક. બારડોલી બેઠક પરથી અજય પટેલ અને પલસાણા બેઠક પરથી ભરતભાઇ ડાભી બિનહરીફ વિજેતા જાહેર

સુમુલ ડેરીના ડિરેકટરોની ચૂંટણી પહેલા જ ભાજપને મળી મોટી સફળતા. 16 બેઠકમાંથી 5 બેઠક બિનહરીફ થઈ, 11 બેઠક પર ચૂંટણી થશે. ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાનાં દિવસ સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે. સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિન હરીફ. ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પરથી બળવંત પટેલ, માંગરોળ બેઠક પરથી રાજુ પાઠક. બારડોલી બેઠક પરથી અજય પટેલ અને પલસાણા બેઠક પરથી ભરતભાઇ ડાભી બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ રહેશે. પૂર્વ ડિરેકટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ કહ્યું કે, જેમને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે તેમને સમજાવવામાં નહીં આવે, પક્ષ અશિસ્ત બદલ તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરશે. પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી થશે. રાજુ પાઠક જૂથનો દબદબો સુમુલ ડેરીની ચૂંટણીમાં યથાવત જોવા મળ્યો છે. 1000 કરોડના ગેરવહીવટના આક્ષેપ જેમના પર હતા તેવા રાજુ પાઠકને પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. ફરિયાદ કરનાર માનસિંહ પટેલનું પત્તુ કાપવામાં આવ્યું છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
