<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સુરતમાં ખટોદરા પોલીસની મોટી સફળતા: સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાસે બાતમીના આધારે દરોડો પાડી લોખંડના બેરલની આડમાં સંતાડેલો 4.48 લાખનો વિદેશી દારૂ અને 10.40 લાખના કુલ મુદ્દામાલ સાથે UP-બિહારના 2 બુટલેગરો ઝડપાયા : જુઓ વિડીયો

અશોક લેલન ટેમ્પો અને મારૂતી વેગનઆર માંથી 1300 દારૂની બોટલ-974 બીયરના ટીન મળી કુલ 2274 નંગ પ્રોહીબીશનનો જથ્થો, 2 વાહન અને 5 મોબાઇલ જપ્ત; આરોપી અરવીંદ શાહ અગાઉ લીંબાયતમાં પણ પ્રોહીબીશન કેસમાં પકડાયેલો

સુરત તા.૩ : સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પ્રોહીબીશનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખટોદરા સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નં-45 ની સામે જાહેરમાંથી અશોક લેલન ટેમ્પો તથા ફોરવ્હીલર વેગનઆર ગાડીમાંથી પ્રોહીબીશનનો જથ્થો હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જપ્ત મુદ્દામાલમાં વિદેશી દારૂનો જથ્થો કિં.રૂ. 4,48,096/-, ફોર વ્હીલર વાહન નંગ-2, મોબાઇલ ફોન નંગ-5 કિંમત 62,000/-, અશોક લેલન ટેમ્પો કિંમત 1,80,000/-, વેગનઆર ગાડી કિંમત 3,50,000/- મળી કુલ્લે રૂ. 10,40,096/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

વગર પાસ-પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની-મોટી બાટલીઓ નંગ-1300 તથા બીયરના ટીન નંગ-974 મળી કુલ્લે 2,274 નંગ દારૂ મળ્યો છે.

પકડાયેલ આરોપીઓમાં મિતેન્દ્ર મનીરામ તીવારી ઉ.વ. 32, રહે. ગોડાદરા સુરત, મૂળ ઉત્તરપ્રદેશ અને અરવીંદ હુકુમચંદ શાહ ઉ.વ. 43, રહે. પલસાણા સુરત, મૂળ બીહારનો સમાવેશ થાય છે.

બાતમી મુજબ અશોક લેલન ટેમ્પો GJ-02-ZZ-0276 માં લોખંડના બેરલની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવી ખટોદરા સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં-45 ની સામે કાર્ટીંગ કરતા હતા.

ખટોદરા પો.સ્ટે. ગુ.ર.નં-11210023261211/2026 પ્રોહી એક્ટ કલમ-65(એ)(ઇ), 116(બી), 98(2) મુજબ ગુનો નોંધાયો. આરોપી અરવીંદ હુકુમચંદ શાહ સામે અગાઉ લીંબાયત પો.સ્ટે.માં 2021 માં પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.

PI એન.વી. ભરવાડ, II PI  સી.કે. નિનામા, PSI આર.જી. રાઓલ તથા સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે તા. 02/07/2026 ના રોજ કાર્યવાહી કરી હતી. આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

(3:50 PM IST)