તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
મહેસાણા LCBને મોટી સફળતા: જોધપુરથી વિશનસિંગ નામના આરોપીની ધરપકડ :14 લાખ રૂપિયાની રોકડ રિકવર કરાઈ
વિદેશ જવા ઈચ્છુક બે વ્યક્તિઓને ઠગ ટોળકીએ પોતાનો શિકાર બનાવી લાખોની છેતરપિંડી આચરી હતી

મહેસાણામાં વિદેશ જવા ઈચ્છુક બે વ્યક્તિઓને ઠગ ટોળકીએ પોતાનો શિકાર બનાવી લાખોની છેતરપિંડી આચરી હતી. આ કેસની તપાસમાં મહેસાણા LCBને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના જોધપુરથી વિશનસિંગ નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 14 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ સાથે જ વડોદરાના ભાવેશ વાળંદ નામના શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ પાસે કોઈ ચોક્કસ પુરાવો નહોતો, પરંતુ ઘટનામાં વપરાયેલી કારના સેફ્ટીગાર્ડ પરથી પોલીસને મહત્વની કડી મળી હતી. આ કડીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
