News of Tuesday, 24th November 2026
પાટણમાં ઝીલિયાકાંડના મુખ્ય આરોપી દલપતસિંગ પરમાર પર ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા: ત્રણ મદદગાર આરોપીઓની ધરપકડ
ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર :રોટલીયા હનુમાન વિસ્તારમાં બાઇક પર આવેલા બે શખ્સોએ જૂની અદાવતમાં દલપતસિંગ પરમાર પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પાટણમાં ઝીલિયાકાંડના મુખ્ય આરોપી દલપતસિંગ પરમાર પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી.. પોલીસે ત્રણ મદદગાર આરોપીઓની ધરપકડ કરી છે, જોકે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ગત 17 નવેમ્બરના રોજ રોટલીયા હનુમાન વિસ્તારમાં બાઇક પર આવેલા બે શખ્સોએ જૂની અદાવતમાં દલપતસિંગ પરમાર પર અંધાધૂંધ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.. તપાસમાં આ ફાયરિંગનું પગેરું મહેસાણા અને જૂનાગઢ સુધી પહોંચ્યું છે . ગેંગવોરની આશંકાએ વધુ તપાસ તેજ કરી હતી
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
