<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

વડોદરા ગ્રામ્ય SOG ને મોટી સફળતા : 23 વર્ષથી ફરાર રવિ પૂજારી ગેંગના સાગરીતને મુંબઈથી ઝડપી પાડ્યો

રવિ પૂજારી ગેંગનો સાગરીત રમેશ કિડા પૂજારી સામે સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ, ધાડ અને શરીર સંબંધિત ગુનાઓ સહિતના અનેક ગુના નોંધાયેલા

વડોદરા ગ્રામ્ય SOG એ 23 વર્ષથી ફરાર રવિ પૂજારી ગેંગના સાગરીતને મુંબઈથી ઝડપી પાડ્યો છે.23 વર્ષથી નાસતો ફરતો રવિ પૂજારી ગેંગનો સાગરીત રમેશ કિડા પૂજારી ઝડપાયો છે.  વડોદરા ગ્રામ્ય SOGએ મુંબઈ, મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી પાડ્યો છે, આરોપી સામે 2003માં કરજણના ગણપતપુરા ગામની સીમમાં લૂંટનો ગુનો નોંધાયો હતો . ટ્રક ચાલકને આંતરીને માર મારી ટ્રકમાંથી માલસામાન લૂંટવાના ગુનામાં આરોપી સંડોવાયેલો હતો. આરોપી રમેશ કિડા પૂજારી છેલ્લા 23 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. આરોપી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ, ધાડ અને શરીર સંબંધિત ગુનાઓ સહિતના અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વડોદરા ગ્રામ્ય SOGએ ઓપરેશન પરાક્રમ હેઠળ આરોપીને ઝડપી પાડ્યો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .  

(6:24 PM IST)