News of Tuesday, 28th April 2026
વલસાડ પોલીસને મોટી સફળતા :તમિલનાડુના વેલ્લોરની કુખ્યાત ગેંગના ચાર સાગરીતોને સંઘ પ્રદેશ દમણ પાસેથી ઝડપી લેવાયા
પોલીસે પકડાયેલા 4 શખ્સો પાસેથી 50 નંગ મોંઘા મોબાઈલ ફોન, 5 લેપટોપ અને 1 ટેબલેટનો કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો

વલસાડમાં ગુનાખોરી ડામવા માટે સક્રિય બનેલી પોલીસે બાતમીના આધારે સંઘ પ્રદેશ દમણની એક રીઢા ચોરોની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ મૂળ તમિલનાડુના વેલ્લોરની 'આંતરરાજ્ય ગેંગ' તરીકે ઓળખાય છે, જેઓ ખાસ કરીને વહેલી સવારના સમયે ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.પોલીસે પકડાયેલા 4 શખ્સો પાસેથી કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં 50 નંગ મોંઘા મોબાઈલ ફોન, 5 લેપટોપ અને 1 ટેબલેટનો સમાવેશ થાય છે.આ ગેંગના સભ્યો વાપીના તળાવ ફળિયા પાસે આવેલી એક ચાલીમાં ભાડે રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા. તેઓ વહેલી સવારે જ્યારે લોકો નિંદ્રામાં હોય ત્યારે હાથફેરો કરવામાં માહિર હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સામે દિલ્હી, મુંબઈ અને અન્ય રાજ્યોમાં પણ અનેક ચોરીના ગુનાઓ નોંધાયેલા છે
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
