News of Saturday, 30th May 2026
ભોજશાળા વિવાદનું મોટું સત્ય: કમલ મૌલાના મકબરાનો દાવો પોકળ, અસલી કબર અમદાવાદમાં હોવાનો ઐતિહાસિક ખુલાસો
ઐતિહાસિક ચુકાદા બાદ સત્ય બહાર આવ્યું: સદીઓ જૂના સરસ્વતી મંદિરના પુરાવા મળ્યા, તપાસમાં જાણવા મળ્યું કે આક્રમણખોરોએ ધાર્મિક સ્વરૂપ બદલવાના કર્યા હતા નિષ્ફળ પ્રયાસો

અમદાવાદ: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી વિવાદાસ્પદ ભોજશાળા અંગે હાઈકોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદા બાદ હવે ઈતિહાસના પાનાઓમાંથી અનેક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. હાઈકોર્ટે ભોજશાળાને રાજા ભોજ દ્વારા સ્થાપિત વાગ્દેવી (મા સરસ્વતી) નું મંદિર ગણાવીને હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર આપ્યો છે. આ ચુકાદો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા રજૂ કરવામાં આવેલા 2,190 પાનાના વિસ્તૃત અહેવાલ પર આધારિત છે, જેણે આ સ્થળની પ્રાચીન ઓળખ પરથી પડદો ઉઠાવ્યો છે.
શું છે કમલ મૌલાના મકબરાનો અસલી ઈતિહાસ?
ભોજશાળા પરિસરમાં વર્ષોથી એક મકબરાને લઈને વિવાદ હતો, જેનું નામ 'કમલ મૌલા' તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઐતિહાસિક દસ્તાવેજો અને તપાસમાં એવું બહાર આવ્યું છે કે, મૌલાના કમાલુદ્દીનનું અવસાન તો ઈ.સ. 1310 માં 'કર્ણાવતી' એટલે કે આજના અમદાવાદમાં થયું હતું અને તેમને અમદાવાદમાં જ દફનાવવામાં આવ્યા હતા. આથી, ધાર ખાતે બનાવવામાં આવેલો મકબરો માત્ર મંદિરના મૂળ ચરિત્રને બદલવાના અને તેને ઇસ્લામિક ઓળખ આપવાના ઈરાદાથી બનાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
આક્રમણની લોહીયાળ ગાથા
ઈતિહાસના તથ્યો મુજબ, ઈ.સ. 1034 માં રાજા ભોજ દ્વારા સ્થાપિત આ જ્ઞાનનું મંદિર સનાતનીઓ માટે આસ્થાનું કેન્દ્ર હતું. ઈ.સ. 1305 માં અલાઉદ્દીન ખીલજીના આક્રમણ દરમિયાન અહીં શિક્ષણ લેતા 1200 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. બાદમાં દિલાવર ખાન અને મહમૂદ શાહ ખીલજી જેવા આક્રમણખોરોએ પણ મંદિરના માળખાને નુકસાન પહોંચાડીને તેને મસ્જિદમાં ફેરવવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.
ASI ના સર્વેમાં મળ્યા મજબૂત પુરાવા
ASI ના વૈજ્ઞાનિક સર્વેમાં ભોજશાળાના ભોંયતળિયા નીચેથી દેવી-દેવતાઓની અસંખ્ય મૂર્તિઓ, શિલ્પો અને ભગવાન હનુમાનજીની એક વિશાળ મૂર્તિ મળી આવી છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે સદીઓ વીત્યા છતાં આ પરિસરનું મૂળ સ્વરૂપ એક પવિત્ર મંદિરનું જ હતું. તલવારના જોરે કરવામાં આવેલા અતિક્રમણો છતાં, હિન્દુ આસ્થાના આ કેન્દ્રને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હવે સફળ થતા દેખાઈ રહ્યા છે.
આ નિર્ણયે માત્ર એક કાનૂની વિવાદનો અંત નથી લાવ્યો, પરંતુ ભારતીય ઈતિહાસના દબાયેલા સત્યોને પણ ઉજાગર કર્યા છે, જે દેશભરના ભક્તો માટે ગૌરવ અને આનંદનો વિષય બન્યો છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
