<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનુ મોત

બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો

 

અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનુ મોત થયું છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અકસ્માતમાં બાઇક ચાલક સંજય મકવાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મહત્વનું છે કે થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપરથી અકસ્માતમાં એક ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પડતા મોત થયું હતું.

(12:57 AM IST)