<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

સત્તાનું કેન્દ્રીકરણ કરવાના આશયથી બિલ લવાયું: વન નેશન વન ઇલેક્શન' સામે અમિત ચાવડાનો આક્ષેપ

બિલમાં મધ્યવર્તી ચૂંટણી અને ખર્ચ અંગે કરાયેલી જોગવાઈઓ જમીની હકીકતથી તદ્દન વિપરીત છે

અમદાવાદ :'વન નેશન વન ઇલેક્શન'ના પ્રસ્તાવ સામે ગુજરાત કોંગ્રેસે પણ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ બિલ સત્તાનું કેન્દ્રીકરણ કરવાના આશયથી લાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમજ તેની જોગવાઈઓથી મોટું નુકસાન થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી

આ પ્રક્રિયાથી મતદારો ભ્રમિત થશે અને સ્થાનિક સંસ્થાઓ તેમજ લોકોના મતાધિકાર સીમિત થઈ જશે. આ ઉપરાંત બિલમાં મધ્યવર્તી ચૂંટણી અને ખર્ચ અંગે કરાયેલી જોગવાઈઓ જમીની હકીકતથી તદ્દન વિપરીત છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ બિલથી રાષ્ટ્રીય નકારાત્મક મુદ્દાઓ સામે રાજ્યોના સ્થાનિક અને પાયાના પ્રશ્નો દબાઈ જશે. .

(11:08 PM IST)