<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

હાલ નવાપુરથી નંદુરબાર સુધી બર્ડ ફ્લૂનો કહેર: રાજપીપળા સિંધીવાડ રહેણાંક વિસ્તારમાં ચાલતુ પોલ્ટ્રીફાર્મ તાત્કાલિક બંધ કરાવવા પ્રાંતને આવેદનપત્ર આપ્યું

હાલ પ્રાંત અધિકારી જ પાલિકામાં વહીવટદાર તરીકે હોય સ્થાનિકોએ પ્રાંતને આવેદન આપી રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળા લાલટાવર કાળકામાતા રોડના રહીશોએ જિલ્લા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કે અમારા રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર પેરેડાઇઝ મરઘા કેન્દ્ર ચાલે છે. અગાઉ અમોએ અવારનવાર આરોગ્ય કચેરી, મ્યુનીસીપાલીટી તેમજ પ્રાંત અધિકારીને જાણ કરેલ છે. છતાં આ પોલ્ટ્રીફાર્મ પર કોઇ કાર્યવાહી કરતા નથી. અગાઉ અમોએ આ પોલ્ટ્રીફાર્મ પોલ્યુશન તેમજ ગંદકી તથા રોગચાળો ફેલાય છે સ૨કા૨ તરફથી પોલ્ટ્રીફાર્મ ને ફક્ત સાફસફાઇ રાખવા માટેજ નોટિસ ફાળવવામાં આવે છે અને અગાઉ મ્યુનીસીપાલીટીએ રૂા.૨૫,૦૦૦/- નો દંડ ફટકારેલ છે. પણ આ કાર્યવાહી અમારા માટે યોગ્ય નથી. આ પોલ્ટ્રીફાર્મ દ્વારા થતા પ્રદુષણનો સવાલ અમારા આરોગ્યનો છે. હાલ નવાપુર થી નંદુરબાર સુધી બર્ડ ફ્લુનો કહેર ચાલતો હોય અમારા વિસ્તારના લોકો દહેશતમાં છે. તો વહેલી તકે રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પોલ્ટ્રીફાર્મને કાયમી ધોરણે બંધ કરવા વિનંતી છે. તેમજ તાત્કાલિક કાર્યવાહી કરી પોલ્ટ્રીફાર્મ કાયમી બંધ કરવામાં આવે એવી અમારી અપીલ છે, જોકે તાત્કાલિક આ જગ્યા ઉપર પ્રાંત અધિકારી આવ્યા હતા અને નિરીક્ષણ કરી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

(10:36 PM IST)