તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
ખેડાના વસો તા.પંચાયતના અપક્ષ તરીકે જીતેલા બિરેન પટેલ હવે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા
ચૂંટણી જીત્યા બાદ અપક્ષ તરીકે રહીને લોકસેવા કર્યા પછી હવે તેમણે સત્તાધારી પક્ષ સાથે જોડાઈને વિસ્તારના વિકાસને નવી ગતિ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

ખેડા જિલ્લાના વસો તાલુકા પંચાયતની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. વસો તાલુકા પંચાયતની રામોલ-1 બેઠક પરથી પ્રચંડ જનમત મેળવી અપક્ષ તરીકે ચૂંટાયેલા બિરેન પટેલ 10 સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ચૂંટણી જીત્યા બાદ અપક્ષ તરીકે રહીને લોકસેવા કર્યા પછી હવે તેમણે સત્તાધારી પક્ષ સાથે જોડાઈને વિસ્તારના વિકાસને નવી ગતિ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ જોડાણ માત્ર એક વ્યક્તિનું પક્ષાંતર નથી, પરંતુ વસો તાલુકા પંચાયતમાં ભાજપની સત્તાકીય પકડને લોખંડી બનાવતું પગલું માનવામાં આવે છે.
નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપના મુખ્ય મથક કમલ ખાતે આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા બિરેન પટેલને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓના પક્ષમાં આવવાથી સંગઠન વધુ મજબૂત બને છે. આ કાર્યક્રમમાં પીજ ગામના પીઢ રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી વસો પંથકમાં ભાજપનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું.
બિરેન પટેલ એકલા નહીં, પરંતુ પોતાના દસથી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. જેમાં જય પટેલ, મફતભાઈ ચાવડા, પ્રફુલ્લભાઈ ચાવડા, કેયુરભાઈ પટેલ, નિકુલભાઈ પટેલ, ચંદ્રકાંત ઉર્ફે બાજપાઈ બારોટ, મિલનભાઈ બારોટ, નયનભાઈ મકવાણા અને તરુણભાઈ રોહિત જેવા અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓના જોડાણથી રામોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિપક્ષો માટે મોટો રાજકીય ફટકો નવામાં આવે છે. વસો તાલુકા પંચાયતની આગામી કામગીરી અને નીતિ વિષયક નિર્ણયોમાં હવે ભાજપની બહુમતી અને પ્રભુત્વ વધુ સ્પષ્ટપણે વર્તાશે, જેની સીધી અસર સ્થાનિક ગ્રામીણ વિકાસના કામો પર જોવા મળશે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
