તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ભાજપના જુના અને જાણીતા નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જન્મદિન
૬ સરકારમાં મંત્રી તરીકે રહયાની સિધ્ધિ

રાજકોટઃ પૂર્વ શિક્ષણ કાયદા અને સંસદીય બાબતોના કેબિનેટ પ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જન્મતા. ૮-૫-૧૯૫૦ ના દિવસે થયેલ આજે ૭૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભારતીય જનસંઘ દ્વારા જાહેર જીવનમાં એક કાર્યકર તરીકે ૧૯૬૭માં પ્રવેશ કર્યા બાદ સતત સક્રિય રીતે મોખરે રહી જનસંઘラભાજપ માં સંગઠન માં વિવિધ સ્થાન ઉપર જવાબદારી નિભાવી ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ, ભાજપના પ્રદેશ મંત્રી અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ(૧૯૮૮-૯૦) ભાજપ ના પ્રદેશ મહામંત્રી(૨૦૦૧-૨૦૦૩) ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ -તરીકે તેમજ રાષ્ટ્રીય કારોબારીમાં સદસ્ય તરીકે સ્થાન ઉપર જવાબદારી નિભાવી ચુકયા છે. ભાજપની તમામ સરકારમાં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ છે તેમણે ૬ મુખ્યમંત્રીઓની સાથે મંત્રી તરીકે કામ કર્યુ છે. તેઓ હાલ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે.
૧૯૯૮ થી ૨૦૦૨ માં ગુજરાત સરકારના સરદાર સરોવર (નર્મદા)નિગમ ના ચેરમેન તરીકે તેમજ ૨૦૧૧ થી ૨૦૧૨ માં ગુજરાત સરકારના આયોજન પંચ માં વાઈસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પંચમાં મુખ્યમંત્રી હોદાની રૂએ ચેરમેન હોય છે વિધાનસભામાં ધોળકા મતવિસ્તારમાંથી પાંચ વાર પ્રતિનિધિત્વ કરી ચૂકેલા છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩ ગાંધીનગર.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
