તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સંગઠનના સિપાહી ધનસુખ ભંડેરીનો જન્મદિવસ
શિક્ષકથી શરૂ થયેલી સફર મેયરપદ સુધી પહોંચી, શહેર ભાજપ પ્રમુખથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન સુધી અનેક જવાબદારીઓ નિભાવી

રાજકોટ : ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને રાજકોટના રાજકારણમાં આગવું સ્થાન ધરાવતા ધનસુખભાઈ ભંડેરીનો આજે જન્મદિવસ છે. મૂળ વ્યવસાયે શિક્ષક એવા ધનસુખભાઈ ભંડેરીએ પોતાની રાજકીય સફરમાં સંગઠન અને વહીવટ બંને ક્ષેત્રે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. વિદ્યાર્થીકાળથી જ ભાજપ સાથે જોડાયેલા રહી પક્ષની વિચારધારા અને સંગઠનાત્મક પ્રવળત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવનારા ભંડેરી રાજકોટ ભાજપના અનુભવી આગેવાનોમાં સ્થાન ધરાવે છે.
તેમની રાજકીય કારકિર્દીમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી વિશેષ મહત્ત્વ ધરાવે છે. શહેર સંગઠનને મજબૂત બનાવવા, કાર્યકરો સાથે સંકલન સાધવા અને ચૂંટણીલક્ષી આયોજનમાં તેમણે કામગીરી કરી છે. તેઓ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી ચૂકયા છે. વર્ષ ૨૦૦૫માં મેયર તરીકેની જવાબદારી મળ્યા બાદ શહેરના વિકાસલક્ષી કાર્યોમાં તેમણે રસ દાખવ્યો હતો.
તેમણે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે તેમણે કામગીરી કરી હતી.
આ ઉપરાંત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રભારી તરીકેની જવાબદારી સહિત ભાજપના સંગઠનમાં વિવિધ ભૂમિકાઓ ભજવી ચૂકેલા ધનસુખભાઈ ભંડેરી પક્ષના અનુભવી નેતા તરીકે ઓળખાય છે. સંગઠનાત્મક આયોજન, ચૂંટણીની વ્યૂહરચના અને કાર્યકરો સાથેના સંપર્કને તેમની રાજકીય કામગીરીનાં મહત્ત્વનાં પાસાં ગણવામાં આવે છે. તેઓના જન્મદિને તેમના મો. ૯૯૦૯૦ ૩૧૩૧૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
