<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જૂનારાજ તાલુકા પંચાયતની સીટ પર બીજેપી ના ઉમેદવાર હરેશભાઈ વસાવાની ભવ્ય જીત

સમગ્ર ભાજપ પરિવાર અને કાર્યકર્તાઓની મહેનત અને જનસમર્થનનું પ્રતિબિંબ છે.

( ભરત શાહ દ્વારા )નર્મદા :નાંદોદ તાલુકાની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી જૂનારાજ તાલુકા પંચાયતની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરેશભાઈ વસાવા અને સમર્પિત કાર્યકર્તાઓએ લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો, જેના પરિણામે મતદારો દ્વારા તેમને ભવ્ય જીત અપાઈ છે. આ જીત માત્ર હરેશભાઈ વસાવાની નહીં, પરંતુ સમગ્ર ભાજપ પરિવાર અને કાર્યકર્તાઓની મહેનત અને જનસમર્થનનું પ્રતિબિંબ છે.
આ પરિણામ સ્પષ્ટ દર્શાવે છે કે હરેશભાઈ વસાવાની આ ઐતિહાસિક જીત થકી નર્મદા જિલ્લામાં ભાજપ વધુ સશક્ત અને સંગઠિત બની છે. હરેશભાઈ વસાવાની દિવસેને દિવસે યુવા વર્ગ તથા નવી પેઢીમાં વધી રહેલી લોકપ્રિયતા પાર્ટી માટે એક મજબૂત આધારરૂપ બની રહી છે. આવનારા સમયમાં તેમના સક્રિય નેતૃત્વ અને કાર્યશૈલીથી નર્મદા જિલ્લામાં ભાજપને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં તેઓનો મહત્વપૂર્ણ ફાળો રહેશે.
જૂનારાજ તાલુકા પંચાયતના તમામ જાગૃત મતદારોનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે વિકાસ અને વિશ્વાસને મત આપ્યો હોવાનું હરેશ વસાવા એ જણાવ્યું હતું.

(10:44 PM IST)