<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

મહેસાણા નજીક મગુના ગામ પાસે ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર અજાણ્યા શખ્સોનો હુમલો

એક ભાજપ કાર્યકરને ગંભીર ઈજા :વાહનોને પણ નુકસાન :સાંથલ પોલીસ સ્ટેશનએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

મહેસાણામાં જિલ્લા પંચાયત ચૂંટણીના માહોલ વચ્ચે તણાવપૂર્ણ ઘટના બની છે ,મહેસાણા નજીક  મગુના ગામ પાસે ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનામાં કારમાં સવાર એક ભાજપ કાર્યકરને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે બે વાહનોને પણ નુકસાન થયું છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે ટિકિટ ફાળવણી સમયે પણ નરેશ પટેલના ઉમેદવારીને લઈને વિરોધ નોંધાયો હતો, જેના કારણે પહેલેથી જ રાજકીય તણાવ હતો. 

   આ હુમલા બાદ સાંથલ પોલીસ સ્ટેશનએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના કારણો અને આરોપીઓની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

(1:27 PM IST)