તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
મહેસાણામાં ભાજપના ઉમેદવારના ભાણિયાની હત્યા
ગુજરાતની ચૂંટણી લોહિયાળ બની મનપામાં વોર્ડ નંબર ૪માં ભાજપ - કોંગ્રેસના સમર્થકો વચ્ચે બબાલ થતા ભાજપ ઉમેદવારના ભાણેજની હત્યા કરવામાં આવીઃ કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા

મહેસાણા તા.૨૫: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે લોહિયાળ બન્યો. મહેસાણા મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે. મહેસાણા મહાનગરપાલિકામં વોર્ડ નંબર ૪ માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચચે તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે હિસક અથડામણ થયું હતુ. મહેસાણામાં તાવડિયા રોડ પર નવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરીની ગાડી રોકી ૪ થી ૫ શખ્સો ત્રાટકયા હતા. તીક્ષ્ણ હથિયાર અને લાકડી-પાઇપ વડે જીવલેણ હુમલો કરાયો હતો.
આ વિશે માહિતી આપતા ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું કે, આ હુમલામાં મિતેન ચૌધરી નામના યુવકની હત્યા થઈ છે. તો એક યુવકની હાલત ગંભીર છે. છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી મિતેશ ચૌધરીની હત્યા કરવામાં આવી છે. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા છે. અન્ય ઇજાગ્રસ્ત ધીમંત ચૌધરી હાલમાં સારવાર હેઠળ છે. એ ડિવિઝન પોલીસ અને LCB દ્વારા CCTV અને CDRના આધારે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
