<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ

સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અંગે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ કાર્યકરે કામ ન કરાવી શકવાના આક્ષેપ કરતાં મામલો ગરમાયો

ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર અંકિત બારોટ અને કોંગ્રેસના એક કાર્યકર વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ સર્જાયું હતું. સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અંગે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ કાર્યકરે કામ ન કરાવી શકવાના આક્ષેપ કરતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન ભાજપ કોર્પોરેટર દ્વારા વીડિયો બતાવી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે અંકિત બારોટ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(6:30 PM IST)