<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ભાજપા સરકાર વિકાસની સુનિશ્ચિતિતા સાથે કાયદા વ્‍યવસ્‍થાની સ્‍થિતિ મજબૂત રાખવા કટિબદ્ધ હર્ષભાઈ સંઘવી

નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીનો ભુજ ખાતે ભવ્‍ય રોડ શો યોજાયોઃ જયુબિલી સર્કલ થી લઈને છઠી બારી સુધીના રોડ શો ના સમગ્ર રૂટમાં જનમેદની ઉમટીઃ રોડ-શો દરમિયાન સમગ્ર વાતાવરણ ‘ભારતમાતા કી જય' તથા ‘વંદે માતરમ' ના નાદથી ગુંજી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૨૩: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાન અંતર્ગત રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભુજ ખાતે ભવ્‍ય રોડ શો યોજ્‍યો હતો. જયુબિલી સર્કલ થી લઈને છઠી બારી સુધીના રોડ શો ના સમગ્ર રૂટમાં જનમેદની ઉમટી પડી હતી. હર્ષભાઈ સંઘવીએ સૌ નાગરિકોનું અભિવાદન ઝીલ્‍યું હતું. ઠેર ઠેર નાગરિકોને નાયબ મુખ્‍યમંત્રીને આવકાર્યા હતાં અને પુષ્‍પવર્ષા તથા પરંપરાગત પાઘડીથી તેઓનું સ્‍વાગત કર્યું હતું. આ દરમિયાન સમગ્ર વાતાવરણ ‘ભારતમાતા કી જય' તથા ‘વંદે માતરમ' ના નાદ થી ગુંજી ઉઠ્‍યું હતું. રોડ શો માં હર્ષભાઈ સંઘવી સાથે કચ્‍છ જિલ્લા ભાજપા અધ્‍યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

રોડ-શો ના સમાપન બાદ હર્ષભાઈ સંઘવીએ ઉપસ્‍થિત સૌને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, કોંગ્રેસીઓ તેમની અનેક વર્ષોની સરકારમાં વીજળી, પાણી, રસ્‍તા જેવી મૂળભૂત સુવિધાઓ પણ નહોતા અપાવી શકયા જ્‍યારે ભાજપાના શાસનમાં આ મૂળભૂત સુવિધાઓ તો ઉપલબ્‍ધ બની જ છે અને સાથે રાજ્‍યનો સર્વાંગી વિકાસ પણ થયો છે. અસામાજિક તત્ત્વો અને અપરાધીઓની ગેરકાયદેસર મિલકતો અને દબાણો ઉપર આજે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનું બુલ્‍ડોઝર ફરી રહ્યું છે. ભાજપાની સરકાર વિકાસની સુનિヘતા સાથે કાયદા વ્‍યવસ્‍થાની સ્‍થિતિ મજબૂત રાખવા માટે કટિબદ્ધ છે. તેઓએ સૌને સ્‍થાનિક વિસ્‍તાર, જિલ્લા અને સમગ્ર રાજ્‍યમાં વિકાસની ગતિને વેગ આપવા માટે તમામ સ્‍થાનોએ કમળ ખીલવવા નાગરિકોને આહ્વાન કર્યું હતું.

(11:35 AM IST)