<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

સુરતમાં ભાજપ નેતા દારૂના જથ્થા સાથે પકડાયો : લાલગેટ ખાંડ બજારમાં દરોડો વોર્ડ-12 ભાજપ મહામંત્રી વિજય મોદી અને કરણ ઝડપાયા :પુત્ર રાજ મોદી વોન્ટેડ જાહેર

સુરતમાં ભાજપનો હોદ્દેદાર જ તેના પુત્ર સાથે દારૂની હાટડી ચલાવતા પકડાયો: પુત્ર રાજ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના અને પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ છે.

સુરતામાં સુરતમાં લાલગેટ પોલીસે લાલગેટ ખાંડ બજાર સ્થિત લક્ષ્મીભવનના પહેલા માળે દરોડો પાડીને દારૂના જથ્થા સાથે કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન 62 વર્ષીય વિજય મોદી અને કરણ પાનવાલા ને દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 645 નાની-મોટી દારૂની બોટલ કબજે કરી છે. તપાસમાં વિજય મોદી વોર્ડ નંબર 12 ભાજપના મહામંત્રી હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં ભાજપ નેતા બાપ-દીકરાની જોડી સુરતમાં દારૂનો વેપલો ચલાવતી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે રાજ મોદી, કે જે વિજય મોદીનો દીકરો છે, તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે. રાજ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે અને પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

 

સુરતમાં ભાજપનો હોદ્દેદાર જ તેના પુત્ર સાથે દારૂની હાટડી ચલાવતા પકડાયો હોવાની ઘટનાને લઈને રાજકીય લોબીમાં ભારે ખડભડાટ મચી ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(2:02 PM IST)